પછે નહિ મળે રે તુંને પછે નહિ મળે
પછે નહિ મળે રે તુંને પછે નહિ મળે દેવાનંદ સ્વામી |
પછે નહિ મળે રે તુંને પછે નહિ મળે
પછે નહિ મળે રે તુંને પછે નહિ મળે,
કાંઈક લે લે લે લેને લ્હાવ પછે નહિ મળે... ꠶ટેક
મોતી સરખો કણ (લઈ) મૂરખ ઘંટીમાં દળે,
બાવળિયાનું બીજ બોઈ આંબો કેમ ફળે... ૧
કસ્તૂરી ને કેવડો લઈ, તેલમાં તળે,
મનુષ્ય દેહ દુર્લભ પામી વિષયમાં મળે... ૨
ખેલ એકલા ખેલતાં અંતે જોજે જે મળે,
એકડા વિનાનાં મીંડાં તેમાં તારું નહિ વળે... ૩
અનેક જન્મના તે પાપ સત્સંગે બળે,
દેવાનંદ કહે ગદ્ધો કુત્તો થાવું તે ટળે... ૪