પામર તેં પ્રાણી વિસાર્યા વનમાળી
પામર તેં પ્રાણી વિસાર્યા વનમાળી દેવાનંદ સ્વામી |
પદ ૪. રાગ એજ.
પામર તેં પ્રાણી વિસાર્યા વનમાળી... ○ટેક
મિથ્યા સુખ માયામાં મોહ્યો, મૃગતૃષ્ણાજળ ભાળી રે.
આઠે પહોર અંતરમાં બળિયો, ઘણા ઘણાને ધાયો;
રળી ખપી ધન ભેળું કીધું, ના ખરચ્યો ના ખાયો રે... પામર○ ૧
નારી આગળ નિર્લજ્જ થઈને, બીતો બીતો બોલે;
હડકલાવે હસી બોલાવે, કરે તરણને તોલે રે... પામર○ ૨
સાસુ સસરો સગાં સંબંધી, તેની સેવા કીધી;
દેવાનંદ કહે સાધુ જનની, તેં સેવા તજી દીધી રે— પામર○ ૩