પુરાતન જ્યોત/સંત દેવીદાસ/ભજન: ૩. મુને દેખતી કીધી

← ભજન: ૨. હાલ ફકીરી પુરાતન જ્યોત
ભજન: ૩. મુને દેખતી કીધી
ઝવેરચંદ મેઘાણી
૧૯૩૮
ભજન: ૪. જીવન ભલે જાગિયાં →



મુને દેખતી કીધી

મારી આંખ્યુંનાં સકજ ચોઘડિયાં
મુને દેખતી કીધી દેવીદાસ
સામૈયાં કરજો સંતનાં.

મારા અંતર પડદા કરે કર્યાં,
મારા માર્યા છે કાળ ને કરોધ
સામૈયાં કરજો સંતનાં.

ગરવા દેવંગી પરતાપે અમર બોલિયાં
તમારાં સેવકુંને ચરણુંમાં રાખ
સામૈયા કરજો સંતનાં.