પુરાતન જ્યોત/સંત દેવીદાસ/ભજન: ૬. સખીભાવ

← ભજન: ૫. અમર ઝૂઝે રે તરવાર પુરાતન જ્યોત
ભજન: ૬. સખીભાવ
ઝવેરચંદ મેઘાણી
૧૯૩૮
સંત મેક(ર)ણ →



સખીભાવ
[જામનગરના હમીર કુંભારે રચેલું]

સમજાવીને કે’ !
પરબુંના પીરને સમજાવીને કે' !
સાંયાજીની સાથે મારું સગપણ કર્યું.
મારું જોબન નાનું છે
પરબુંના પીરને સમજાવીને કે’ !

દેશપરદેશના જોષીડા તેડાવો
મારાં ઘડિયાં લગનિયાં લે !
પરબુંના પીરને સમજાવીને કે' !

આલૂડા લીલૂડા વાંસ વઢાવો
મારા ચિતડામાં ચોરી ચીતરી છે
પરબુંના પીરને સમજાવીને કે' !

સાંયાજીની સાથે મારી વરમાળ રોપી
હું તો પ્રીતે પરણી છે
પરબુંના પીરને સમજાવીને કે' !

સેલાનીને ચરણે બોલ્યા હમીરો
મુંને લાગી લગનિયાંની લે' !
પરબુંના પીરને સમજાવીને કે' !