સોઈ સાધુ સુરમા
ભાણસાહેબ



પૂરાં પરમાણ

વરસે ધરતી, ભીંજે આસમાન,
સવળી વાણીનાં પૂરાં પરમાણ !

બારે બારે બછડા,
સોળે સોળે ગાય,
દોહી દોહી ગોરખા,
રેણી ઘોર વિતાય. -

નવી નવી હાટડી,
જૂનાં જૂનાં નાણાં;
પારખું પરખી લો,
સાચાં ખોટાં નાણાં. -

મારો મારો નીંદરા,
જાગાડી લ્યો ભમરા;
અમીરસ પીવે તાકું
જખ મારે જમરા -

ગુરૂ મુખા વચના,
ગગન ઘર રહેણા;
બોલ્યા સિધ્ધ મેકા,
પ્રેમ ધરી પૂરણા. -