પૃષ્ઠ:ક્ષિતિજ-રમણલાલ વ દેસાઈ Book.pdf/૧૧

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૨


રોમન સંસ્કૃતિનાં આક્રમણ છેક ઈરાનની સરહદ સુધી પ હતાં એ ઇતિહાસ તો પ્રસિદ્ધ છે. પ્રાચીન હિંદનો ઝાંખો ઇતિહાસ, હિંદુ, પ્રત્યે તે સમયે પડતી જગતની નજર, હિંદમાં જ ઊભાં થયેલાં મહારાજ્યો અને મહાન ધર્મમાર્ગો અને સંસ્કૃતિના પ્રવાહોએ ઉપજાવેલી કલ્પના આ વાર્તામાં પ્રગટ થાય છે. ઈસવીસનની અધૂરી અને અસ્પષ્ટ શરૂઆતની પહેલી અને બીજી પચીશીનો સમય ઝાંખો ઝાંખો આ વાર્તાનું લક બન્યો છે. હિંદનો પશ્ચિમ કિનારો - દક્ષિણ તથા ગુજરાતના, આજનું માળવા, સિંધ, બલુચિસ્તાન, ઈરાન તથા અરબી સમુદ્રની ભૂમિમર્યાદામાં આ વાર્તા સમાઈ છે. એ યુગનાં ભ્રમણોનો વિચાર કરનારને એમાં અતિશયોક્તિ લાગવાનો સંભવ નથી જ. છેક આઠમી સદી સુધી ઈરાન અફઘાનિસ્તાન, તુર્કસ્તાન સાથેના આર્યસંબંધોનો કથાઓમાં ઉલ્લેખ મળે છે. સિસોદિયા વંશના સુપ્રસિદ્ધ બાપ્પા રાવલે ખુરાસાન, ઇરાક, કાશ્મીર તૂરાન વગેરે દેશોમાં યુદ્ધ કર્યાં હતાં, એટલું જ નહિ પણ મેરુની-પામીરની તળેટીમાં સંન્યસ્ત લીધું હતું, એ કથા હિંદ રાજસ્થાનમાં આજ પણ વાંચી લેવાય એમ છે. કાશ્મીરથી કન્યાકુમારી કરતાં કાશગર વધારે નજીક છે, અને કાશ્મીર તથા કન્યાકુમારી હજી હિંદુધર્મનાં માન્ય ધામ છે. અલબત્ત આ વાર્તામાં ઇતિહાસ નથી - એટલા માટે કે તેમાંનું એક પાત્ર ઐતિહાસિક નથી. છતાં વાર્તાના પ્રેરક બળમાં અંશતઃ ઇતિહાસનો આશ્રય તો છે જ એ મારી માન્યતા. ઉપર દર્શાવેલી હકીકતો મારા કે મારી વાર્તાના બચાવ અર્થે આપી નથી. માત્ર મારું દૃષ્ટિબિંદુ સ્પષ્ટ થાય અને સંભવિત ગેરસમજ અટકે એ અર્થે જ પ્રસ્તાવનામાં આટલું લંબાણ વિવેચન આપ્યું છે. હિંદ અને હિંદ બહારની પ્રાચીન દુનિયાના સંબંધ દર્શાવતો એક અભ્યાસલેખ લગભગ તૈયાર કરેલો ફુરસદને અભાવે આ વાર્તા સાથે આપી શકતો નથી. કદાચ તેને બીજી રીતે આગળ ઉપર પ્રસિદ્ધ કરીશ. સાથેના નકશામાં વાર્તાનું કાર્યક્ષેત્ર બતાવતો પ્રદેશ આપ્યો છે. આર્યાવર્તની અસર - ધાર્મિક, વ્યાપારી, રાજકીય તેમ જ સાંસ્કારિક આ નકશામાં આવેલા પ્રદેશ ઉપર તો હતી જ એની સાબિતી પૂરેપૂરી મળી આવે છે. સંભવિત છે કે એથી પણ વધારે વિસ્તૃત આર્ય સંસ્કૃતિની અસર આ સમય પહેલાં અને પછીથી હોય. - આંત૨ પ્રાદેશિક માર્ગો, માર્ગને જોડનારાં શહેરો, દેશવિભાગો તથા વાર્તાનું કલ્પાયલું કાર્યક્ષેત્ર નકશામાં ઉતારી વાર્તાને વધારે સ્પષ્ટ કરવામાં