પૃષ્ઠ:ક્ષિતિજ-રમણલાલ વ દેસાઈ Book.pdf/૧૧૨

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૯૬ : ક્ષિતિજ
 


‘શું ?’ બેત્રણ જાથી પુછાઇ ગયું. સુબાહુ સ્થિર ઊભો રહ્યો. ‘નાગલોકની મૈત્રી શોધતા એ આર્ય ચાંચિયાએ ક્ષમાને નાડી પાછી મેળવી તારું હૃદય જીતવા આ યુક્તિ કરી છે એ ભૂલશો નહિ.’ ઉત્તુંગ બોલ્યો. ‘ઉત્તુંગ ! આરોપ અઘિટત છે.’ ઉલૂપીએ કહ્યું. ‘સંઘપતિને તેમ લાગતું હોય તો મારે કાંઈ કહેવાનું નથી.’ ઉત્તુંગ બોલ્યો. ‘સુકેતુની યુદ્ધખેલછા સુબાહુએ અટકાવી. એ આપણે ભૂલી ન જઇએ.’ ઉલૂપીએ કહ્યું. ‘અવંતી અને લાટમાંથી સુબાહુને સહાય ન મળી માટે એ યુદ્ધ અટક્યું હતું.’ ઉત્તુંગથી બોલ્યા વગર ન રહેવાયું. ‘ઉત્તુંગ ! તારી ભૂલ થાય છે. લાટ, અવંતી, જલધિરાજ અને નાગ- સંઘ એ સર્વ યુદ્ધમાં પડે તે જ ક્ષણે રોમનો એ સહુને ખાઈ જાય એમ નથી લાગતું? ક્ષમા આપણું માપ જોવા, આપણને ભમાવવા, લડાવવા અને રોમક સૈન્યને ભરતખંડમાં ઉતારવા આવી છે. તારા જેવો બુદ્ધિમાન સેનાપતિ એ નહિ સમજે તો કોણ સમજશે ?' સુબાહુએ જરા ગાંભીર્યથી - આર્જવભરી વાણીમાં કહ્યું. ‘ક્ષમાને નસાડ્યા પછી આ બધું બોલાય છે એ ઠીક છે. પરંતુ અમારે આર્યો અને રોમનો વચ્ચે શા માટે તફાવત ગણવો ?' ઉત્તુંગે પૂછ્યું. ‘કારણ આર્યપ્રજા અને નાગપ્રજા એ બંને ભારતવર્ષની સ્વદેશી પ્રજા ‘અમારા ઉપર માલિકી ભોગવનાર સ્વદેશી હોય કે પરદેશી તેમાં અમારે શું ? ગુલામીમાં વળી સ્વદેશી શું અને પરદેશી શું ?’ ‘નાગ અને આર્ય વચ્ચે આટલો બધો સંપર્ક થયા છતાં તારે આ કહેવું પડે છે?’ ‘હા.’ ‘કારણ ?’ ‘આર્યોનો ગોત્રઘમંડ હજી જેવો ને તેવો જ છે !' થોડી ક્ષણ સુધી ત્યાં શાંતિ પ્રસરી. સુબાહુના મનમાં અનેક તર્કવિતર્ક થયા. આર્યાવર્તને સાંધી દેવી ? કે સાંસ્કૃતિક છાપ ઉપર આધાર સત્તાના અંકોડાથી તેને સાંધી દેવું ? કે સાંસ્કારિક છાપ ઉપર આધાર રાખી મરજિયાત રીતે એકતાને વિકસવા દેવી ? સુકેતુ ભારતવર્ષ માટે