પૃષ્ઠ:ક્ષિતિજ-રમણલાલ વ દેસાઈ Book.pdf/૧૧૫

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
ઉત્તુંગને શિક્ષા : ૯૯
 

સુબાહુએ કહ્યું.

‘અમારે હરકત નથી.’ મંત્રીએ કહ્યું. આખી ભારતભૂમિ ભારતસમુદ્રને ટેકો આપતી હોત તો -' સુબાહુ અટકી ગયો. તો આખી પૃથ્વી આર્ય બનત, નહિ ?’ ધર્માધ્યક્ષે કહ્યું. ‘આપણે નામ ઉપર જુદા ન થઈ જઈએ. નામ ઉપર લડી પડીશું તો હું સમુદ્રમાં અને તમે વનમાં એમ બધા જ ડૂબી જવાના. સુબાહુએ કહ્યું. વિંધ્યાટવીના નાગપ્રદેશની સુબાહુ સાથે મૈત્રી છે એ હું આજ જાહેર કરું છું. એટલું જ નહિ, એ તો આપણે જાહેર કર્યું જ છે. પણ એ મૈત્રી યુદ્ધના પ્રસંગે સક્રીય સહકાર પામશે એ હું નાગસંઘ તરફથી સ્પષ્ટ કરું છું.’ ઉલૂપી બોલી. ‘મને સંતોષ થયો. નાગજનપદની મૈત્રી મને મળશે તો હું આખા જગતની સમૃદ્ધિ ભારતને ખોળે લાવીશ.' સુબાહુએ કહ્યું. અને ભારતની સમૃદ્ધિ જગતને ખોળે મુકાશે.' ઉલૂપી બોલી. સુબાહુ ઉલૂપીની સામે જોઈ રહ્યો. સુબાહુના અણબોલ્યા ભાવ ઉલૂપી બોલતી હતી શું ? મંદિરમાં ઘંટનાદ થયો. ‘આ પ્રસંગે શિવનાં દર્શન કરી આપણે છૂટાં પડીએ.’ ધર્માધ્યક્ષે કહ્યું. ‘જરૂર. મહાકાલનું શિવસ્વરૂપ સદાય દર્શનીય છે. સુબાહુએ કહ્યું. સહુ અંદર ગયાં. શિવને સહુએ નમન કર્યું. મંત્રીઓ સુબાહુને ભેટ્યા અને છૂટ્યા પડ્યા. ઉલૂપી અને સુબાહુ પણ મંદિરનાં પગથિયાં સુધી સાથે આવ્યાં. સુબાહુએ કહ્યું : ‘ઉલૂપી ! તું આર્યભાવ બોલી.’ ‘કયો ?’ ‘ભારતની સમૃદ્ધિ જગતખોળે ધરવાનો.' ‘હું.’ ઉલૂપીના ઉદ્ગારથી સહજ ચમકી સુબાહુએ તેની સામે જોયું, અને પૂછ્યું. ‘ઉલૂપી ! તારું મુખ ઊતરી કેમ ગયું ?” ‘મને થાક લાગ્યો છે.' ‘થાક ? તને જીવતી વીજળીને ?' ‘ા.’