પૃષ્ઠ:ક્ષિતિજ-રમણલાલ વ દેસાઈ Book.pdf/૧૧૭

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૩
 

સુબાહુનો નાગપ્રજા સાથે સંબંધ
 


સુબાહુ કાંઈ બોલ્યો નહિ. ઉલૂપીના બોલ કોઈએ સાંભળ્યા કે નહિ? મુક્ત નાગપ્રજાની અધિષ્ઠાત્રી શા માટે બંધન પુકારતી હતી ? એક બંધન નહિ પણ અનેક બંધન ! ‘ઉત્તુંગને દૂર કરવામાં તેં ભૂલ તો નથી કરી ?' સુબાહુએ પૂછ્યું. સુબાહુ અને ઉલૂપી ધીમે પગલે પૃથ્વીપટમાં કોરી કાઢેલા દેવસ્થાનથી બહાર નીકળતાં હતાં. દેવસ્થાન એકલું સેવાનું કે મંત્રણાનું સ્થાન નહોતું. તેની આસપાસ નાનકડું નગર હોય એવી રચના હતી. ચોક, બગીચા અને મંદિરને ટેકો આપતી અનેક ઇમારતો આ સ્થળને પાતાળનગર બનાવી રહ્યાં હતાં. નાગપ્રજા પૃથ્વીના ગર્ભભાગને નિવાસ યોગ્ય બનાવી શકી હતી. ‘કોણ જાણે ! એની ચોકીમાંથી ક્ષમા અદૃશ્ય થઈ એટલું બસ ન હતું?’ વારે ઉલૂપીએ જવાબ આપ્યો. થોડી ‘એનો દોષ ન પણ હોય.' સુબાહુ બોલ્યો. ‘તને દુનિયામાં કોઈનોયે દોષ દેખાયો છે ખરો ?’ ઉલૂપીએ કહ્યું. ‘ક્ષમાના હાથમાં એ સપડાશે તો શું થશે ? તું જાણે છે ?’ ‘એને એક સુંદર સ્ત્રી મળશે, બીજું શું ? એને ઉલૂપી જોઈતી હતી. ઉલૂપીએ એને ક્ષમા આપી ઃ ઉલૂપી કરતાં વધારે સુંદર અને વધારે ચપળ, નહિં ?’ ઉલૂપીએ સુબાહુ તરફ આછું હસતાં હસતાં જોયું. દીવાનો પ્રકાશ ઝાંખો હતો, પરંતુ એ ઝાંખા પ્રકાશમાં ઉલૂપીની આંખો તેના સ્મિત વચ્ચે ચળકચળક થઈ રહી હતી. એ ચમકાર વીજળી કે ખડ્ગની સ્મૃતિ આપતો હતો. સુબાહુએ નજર ખસેડી લીધી. ‘ઉત્તુંગ જેવા વીરને આપણાથી ખોઈ શકાય નહિ. એની દક્ષતા એને મહાન સેનાપતિ બનાવે એવી છે.' સુબાહુએ કહ્યું. ‘એ સેનાપતિ તો હતો જ - હજીયે છે. ક્ષમાને લઈ અહીં આવે તો એનું સ્થાન ગયું નથી.’ ‘ક્ષમા એને નહિ આવવા દે.’ ‘તો એવો સેનાપતિ ભલે ગયો !'