પૃષ્ઠ:ક્ષિતિજ-રમણલાલ વ દેસાઈ Book.pdf/૧૧૮

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૦૨ : ક્ષિતિજ
 


‘ઉલૂપી ! આમ કહેતાં તને દુઃખ થતું નથી ?' ‘સુબાહુ ! તું ક્રૂર હોઈશ એ મેં આજે જ જાણ્યું. ‘ક્રૂરતા એ આર્યોનો ગુણ છે, નહિ ?' ભુલાય ‘ા. ટાઢી, મિઠ્ઠી રગેરગને મૂર્છિત બનાવે એવી, છતાં જીવનભર ન એ સંસ્કારઘમંડી પ્રજાનો સદાય ગુણ હોય છે.' એવી ક્રૂરતા ‘ઉલૂપી ! જરા શાંત થા.' ‘હું શાંત જ છું.’ ‘આખી નાગપ્રજામાં તારી પ્રતિષ્ઠા છે. અનેક આર્યો અર્ધનાગ છે. અને અનેક નાગ અર્ધઆર્ય છે.' ‘એટલે ?’ ‘એટલે એમ કે આપણું આર્યપણું અને આપણું નાગપણું આપણે થોડાં વર્ષ સુધી ભૂલી જઈએ.’ ‘મુખ ઉપર છાપ ચીતરાઈ હોય તે કેમ ભુલાય ?' ‘એ પણ ભુલાય - ભૂલવા મથીએ તો.’ ‘ઉત્તુંગને તું આર્ય કહી શકીશ ?’ ‘જરૂર.’ ‘એનો રંગ, એના હોઠ, એનાં ઉપસેલાં મુખહાડ; એ તેની આર્યતાને મશ્કરી રૂપ નહિ બનાવે કે ?’ ‘ના. મેં તેની કદી મશ્કરી કરી નથી.’ ‘તને મશ્કરી જ ક્યાં આવડે છે ?’ ‘એના મુખ ઉપર બલ છે, તેજ છે, પૌરુષ છે. એ જ સૌંદર્ય !' ‘તને દેખાતું હશે !’ ‘તને પણ એક વખત દેખાતું હતું.' ‘એને વચમાં તું આવ્યો ત્યારથી મારી રૂપની કલ્પના બદલાઈ ગઈ.’ ‘કોઈ સાંભળશે.’ ‘ભલે - બધાય જાણે છે.’ ઉલૂપીએ બેદરકારીનો ભાવ દર્શાવ્યો. આખી નાગપ્રજા જાણતી હતી કે ઉલૂપી સુબાહુ પ્રત્યે પ્રેમભાવથી નિહાળતી હતી. પરંતુ નાગરાણીથી આર્યા બનાય એમ નહોતું. આખી નાગ પ્રજા આર્યતામાં પ્રવેશ કરે. અથવા આખી આર્યપ્રજા નાગ નામ ધારણ કરે તો જ ઉલૂપીનો સુબાહુ પ્રત્યેનો પ્રેમ પરિણામ પામે. નાગપ્રજા અને આર્યપ્રજા અનેક સૈકાઓથી શ્રેષ્ઠતા માટે લડતી હતી. એ ઘર્ષણમાં અનેક આર્યતત્ત્વો