પૃષ્ઠ:ક્ષિતિજ-રમણલાલ વ દેસાઈ Book.pdf/૧૨

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૩

૧૩ મારા મિત્ર અને પુરાતત્ત્વવિદ્ ભાઈ અમૃતલાલ વ. પંડ્યાએ મને આપેલી સહાયની અત્રે હું સાભાર નોંધ લઉ છું. વાર્તા - જેવી છે તેવી - હવે બે વર્ષે પૂરી કરી પ્રકટ કરું છું. વાર્તા સાધારણ રીતે વાંચી શકાય એવી બની હોય તો મારા સરખી સામાન્યતાને સંતોષશે. મારા પ્રકાશકો આર. આર. શેઠનો તો હું આભારી છું જ ઃ અને સાથે સાથે વાચકોનો પણ. ૩૧ માર્ચ ૧૯૪૧ રાજમહેલ રોડ, વડોદરા બીજી આવૃત્તિની પ્રસ્તાવના પ્રસ્તાવના અને પરિશિષ્ટ ભેગાં કર્યા સિવાય આ આવૃત્તિમાં બીજું કાંઈ વધારે કર્યું નથી. અભ્યાસલેખ હજી પૂરો લખાયો નથી. છસાત વર્ષે બીજી આવૃત્તિ બહાર પડે છે. પ્રકાશકોનો આભાર ભુલાય એમ નથી. ૨૬ ડિસેમ્બર ૧૯૪૭, વડોદરા રમણલાલ વ. દેસાઈ 'જયકુટીર' ટાઈકલવાડી રોડ મુંબઈ- ૧૬, તા. ૩૧-૩-૭૭ રમણલાલ વ. દેસાઈ ચોથા પુનર્મુદ્રણ વખતે ‘ક્ષિતિજ'ના બન્ને ભાગની બીજી આવૃત્તિનું પુનર્મુદ્રણ થાય છે. પ્રકાશક અને વાચકોનો આભાર. અક્ષયકુમાર ર. દેસાઈ