પૃષ્ઠ:ક્ષિતિજ-રમણલાલ વ દેસાઈ Book.pdf/૧૨૦

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૦૪ : ક્ષિતિજ
 


વધતાં યુદ્ધ તેણે અટકાવ્યાં. બળી ગયેલાં વનોના બદલામાં તેણે વન સમૃદ્ધિ લાવવા લઈ જવાનાં દ્વાર ખોલી આપ્યાં અને નાગપ્રજા પ્રત્યે મૈત્રીભાવ સફ્ળતાથી કેળવવા માંડ્યો. દરિયાનું સ્વામીત્વ વનવાસી નાગપ્રજાના સંબંધથી અત્યંત દૃઢ બનશે એવી તેને ખાતરી થઈ ગઈ. એ સાગરસ્વામીત્વ આર્યોની એકતામાં અત્યંત મહત્ત્વ ધરાવતું હતું એમ બંનેને લાગ્યું. ત્યારથી સુબાહુ અને સુકેતુ નાગપ્રજાના મિત્રો બન્યા. પરંતુ એ મૈત્રીમાં એક મુશ્કેલી ઊભી થઈ. ઉલૂપી સંઘપતિને સ્થાને મુકાઈ. ઉલૂપીની ઇચ્છા ન હતી. ઉલૂપી અને ઉત્તુંગ વચ્ચે મૈત્રી હતી. બંને નાગ યુવકયુવતી સંસ્કાર અને વિદ્વત્તાપૂર્ણ હતાં. બંને આર્ય સંસ્કારથી પરિચિત હતાં. ઉલૂપી માતૃપક્ષે આર્યરુધિર પામી હતી. અને આર્ય મુખરેખા તેનામાં ખીલી નીકળી હતી. બંનેને યુદ્ધતાલીમ મળેલી હતી, અને બાળપણથી શસ્ત્ર અને શાસ્ત્રનાં શિક્ષણમાં એ બંને સમોવડિયાં રહેવા મથતાં. ઉત્તુંગે જેમ આર્ય ગુરુકુળ સેવ્યાં તેમ ઉલૂપીએ પણ આર્ય ગુરુકુળમાં શિક્ષણ મેળવ્યું. બંનેને નાગ અને આર્ય સંગીતનો સરસ પરિચય હતો. બંને વચ્ચે સદ્ભાવ અને મૈત્રી જામ્યાં. મૈત્રી ઘણી વખત પ્રેમમાં પરિણામ પામે છે. ઉત્તુંગ યુવકોમાં સર્વશ્રેષ્ઠ નાગ હતો. ઉલૂપી નાગકન્યાઓમાં શ્રેષ્ઠ નાગિણી હતી. બંને વચ્ચે પ્રેમ જાગે એમાં નવાઈ ન હતી. સ્ત્રીપુરુષના સહવાસનું સાતત્ય કામવાસનાને બહુ મોડી પ્રગટ થવા દે છે. નાગપ્રજામાં લગ્ન એ બહુ સરળ અને મોટી ઉંમરનો પ્રસંગ ગણાતો. સહવાસ માતૃત્વમાં પરિણામ પામતો ત્યારે જ તે સંબંધને લગ્નથી જડી દેવામાં આવતો હતો. સ્ત્રીપુરુષનાં સહશિક્ષણ, સહભ્રમણ, સહકાર્ય, સહમંતવ્ય ભાગ્યે જ કામોદ્દીપક બનતાં. તેમ બનતું ત્યારે તેની પરસ્પર જાહેરાત કરવામાં અવિનય મનાતો નહિ. યુવતી કે યુવક એકબીજાને સ્પષ્ટ રીતે લગ્નની હા અગર ના કહી શકતાં. એ હા અને નાનાં પરિણામ કવિતામાં, સંગીતમાં અને ઉપલક વેરઝેરમાં ઊતરતાં ન હતાં એમ નહિ, પરંતુ એ બધા અપવાદો હતા. માનવનિર્બળતા પણ કદી કદી પોતાનું સ્વરૂપ પ્રગટ કરતી હતી. અને લગ્નરહિત રહેતા સંબંધો પણ ઊપજી જતા હતા. છતાં તેમાં પાપપુણ્ય અને નીતિઅનીતિના અતિ આડંબર ધારણ કરવામાં આવતા નહિ. ઉલૂપી રાજ્યવ્યવસ્થામાં પણ આગળ તરી આવી. નાગપ્રજા સ્ત્રીઓને જાહેર જીવનમાંથી - સૈન્યમાંથી પણ બાતલ રાખતી નહિ. સૈન્ય અને મંત્રણા બંનેમાં ઉલૂપીએ અસાધારણ ચાતુર્ય બતાવ્યું હોવાથી તેનું સ્થાન મહત્ત્વનું બનતું ગયું. ઉત્તુંગ ઉલૂપીની ઉન્નતિમાં રાચતો હતો; કારણ