પૃષ્ઠ:ક્ષિતિજ-રમણલાલ વ દેસાઈ Book.pdf/૧૨૧

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
સુબાહુનો નાગપ્રજા સાથે સંબંધ : ૧૦૫
 


ઉત્તુંગની ખાતરી હતી કે ઉલૂપી તેની જ સાથે લગ્ન કરશે. આઇના એક જૂથનો પરાજય કરી સહજ નિવૃત્ત થયેલાં ઉત્તુંગ અને ઉલ્લી એકલાં ફરતાં હતાં. ઉત્તુંગ નાનકડી નદીમાં પગ બોળતો બેઠો હતો. ઉલૂપી પથ્થર ઉપર તેની પાસે આરામ લેતી હતી. વિજયની વેગભરી લાગણી અને વનશ્રીનું ભર્યું ભર્યું સૌંદર્ય ઉત્તુંગના કંઠમાં એક ગીત પ્રેરી રહ્યાં. ઉત્તુંગે મદિનગી ભર્યા સૂરથી વનવનને વીંધે એવું દ્રાવિડ પદ્ધતિનું ઝમકદાર ગીત ગાયું. ઉલૂપીને ગીતનો નશો ચડ્યો. ગીત દરમિયાન તે જાતે મૂર્છિત - નિદ્રાવશ બની ગઈ હોય એમ તેને લાગ્યું. ગીત બંધ રહેતાં તેની મોહક નિદ્રા ઊડી ગઈ. ‘ઉત્તુંગ ! બીજું કાંઈ ગા.’ ઉલૂપી બોલી. ‘તું જાગે છે ? મારા મનમાં કે તું સૂઈ ગઈ હોઈશ.’ ઉત્તુંગે કહ્યું. મારી શરમ આવે છે ?’ ‘તું ગાયક સારો કે સેનાપતિ ?’ ‘એક સારો પ્રેમી બનું એવી મારી ઇચ્છા છે.’ ‘તેથી તેં ગીત ગાયું ?’ ‘કોણ જાણે ? ગાવાનું મન થયું અને મારાથી ગવાઈ ગયું.મ ‘તો હવે ફરી ગા.’ ‘હવે નહિ ગવાય - હૃદય વસાઈ ગયું.’ ‘ઉઘાડી નાખ.' ‘તું ઉઘાડે ત્યારે.’ તો મૂરખ ! એમ ચોખ્ખું કહે કે તારે મારો પ્રેમ જોઈએ છે.’ ‘કહ્યા વગર જ સમજી ગઈ એ તારી શ્રેષ્ઠતા છે.’ ‘પુરુષો તે કાંઈ ઘેલા હશે ! આ યુદ્ધમાંથી હમણાં પરવાર્યાં, એટલામાં મોજશોખ !' મોજશોખ નથી - બહુ દિવસની તપશ્ચર્યા છે.’ – ઉલૂપી બેઠી થઈ. સહજ ખસી ઉત્તુંગની પાસે આવી. ઉત્તુંગના મનોભાવ તે આજ સમજી એમ નહોતું. ઉત્તુંગની મૈત્રીમાં પ્રેમનું તત્ત્વ પ્રવેશતું તે ક્યારની જોઈ શકી હતી. પરંતુ સ્ત્રીસહજ રમતમાં તેણે ઉત્તુંગના ભાવની અણસમજ બતાવી હતી. અને... અને... હજી તેને ઉત્તુંગ પ્રત્યે પ્રેમ ઊપજતો ન હતો. ઉત્તુંગ પ્રત્યે માન ઊપજતું, મૈત્રીભાવ જાગતો, કૃપાર્મિ ઉદ્ભવતી, છતાં ઉત્તુંગમય બની જવાની વૃત્તિ તેને હજી સુધી