પૃષ્ઠ:ક્ષિતિજ-રમણલાલ વ દેસાઈ Book.pdf/૧૨૨

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૦૬ : ક્ષિતિજ
 


ઊપજી નહોતી. ઉલૂપી પાસે આવી અને ઉત્તુંગનું હૃદય ધડક્યું. આમ અનેક વખત પરસ્પરની નિકટતા બંનેએ સેવી હતી. યુદ્ધમાં પરસ્પરના સ્પર્શની પણ પરંપરા અનુભવી હતી. પરંતુ ઉત્તુંગને આ હૃદયધડકાર અદ્ભુત હતો. ઉત્તુંગને લાગ્યું કે સ્વર્ગ - સ્વર્ગનું સૌન્દર્ય - તેને અડવા માટે આવે છે. તોફાની ઉલૂપીએ ધાર્યું હોત તો ઉત્તુંગને ખભે હાથ મૂક્યો હોત અગર ઉત્તુંગના કાળા ગાલ ઉપર ચૂંટી ભરી હોત. એમાંનું કશું જ લક્ષણ ઉત્તુંગે હતી. ઉત્તુંગના હૃદયમાં એથીયે બળવાન અને ઝડપભર્યાં વિચિ જાગતાં અનુભવ્યું નહિ. ઉલૂપી પાસે બેઠી બેઠી પગ વડે પાણીમાં વર્તુલો ઉપજાવતી હતાં. થોડી વાર કોઈ કાંઈ બોલ્યું નહિ. અંતે ઉત્તુંગે કહ્યું : ‘મારી તપશ્ચર્યાનું કાંઈ ફળ ?' ‘તપશ્ચર્યાનું ફળ સ્વર્ગ કે મોક્ષ !' ઉલૂપી હસીને બોલી. ‘તું મળે તો મને સ્વર્ગ અને મોક્ષ બંને મળે !' ‘જીવતાં જ ? એ તો મૃત્યુ પછીના આરા !' ‘મને જીવતાં જ મળશે.’ ‘એક કાવ્ય લખી નાખ. હું તેની દીપિકા લખીશ. આર્ય વિદ્વાનો ઝંખવાઈ જશે.' ‘મારે આર્ય-અનાર્ય કશું ન જોઈએ. મારે નાગકન્યા ઉલૂપી જોઈએ, એ મારું કાવ્ય, એ મારું સ્વર્ગ અને એ મારો મોક્ષ.’ ઉત્તુંગ બોલ્યો. બંને સ્થિર બની ગયાં હતાં. થોડી ક્ષણ કોઈ કાંઈ બોલ્યું નહિ. એકાએક વનમાં યુદ્ધચેતવણીનો નાદ ગાજી રહ્યો. બંને ચમક્યાં અને સજ્જ થયાં. હારેલા આર્યો શું ફરી ધસારો લાવી શક્યા ? વેરાયલું સૈન્ય પણ નાગપાશનો વ્યૂહ રચી રહ્યું. પોતપોતાનું સ્થાન એ વ્યૂહમાં લેતાં પહેલાં જ ઉત્તુંગે પૂછ્યું : ‘મને સ્પષ્ટ જવાબ ન મળ્યો.' ‘મળશે, તારા સરખો બીજો નાગ ક્યાં છે ?’ ઉલૂપી બોલી અને ઉત્તુંગે યુદ્ધમાં અદ્ભુત પરાક્રમ દર્શાવી ભેગા થયેલા આર્યોને હઠાવ્યા. ઉલૂપીએ ઉત્તુંગને વાગેલા ઘા ઉપર પાટો બાંધ્યો અને વનસ્પતિ વાટી ચોપડી. ઉત્તુંગને આરામ થયો. થોડા સમય પછી સમુદ્રમુખમાંથી કેટલાંક વહાણ નાગપ્રદેશમાં આવ્યાં. જ્યાં સુધી આવી શક્યાં ત્યાં સુધી આગળ વધ્યાં, પરંતુ પાણીના