પૃષ્ઠ:ક્ષિતિજ-રમણલાલ વ દેસાઈ Book.pdf/૧૨૩

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
સુબાહુનો નાગપ્રજા સાથે સંબંધ : ૧૦૭
 


ધોધ આગળ તે અટકી ગયાં. તે પહેલાં નાગીન્ય વનના માર્ગો ધી ઊભું રહ્યું. વહાણમાંથી એક નાનકડી હોડી ઊંચે આવી, ધોધ સામે લાગી. બેત્રણ વખત એ હોડી ઊંચે આવી, પરંતુ પાણીના પ્રવાહે તેને પાછી પટકી. સંતાયેલા વનસૈનિકોમાંથી થોડા આગળ આવ્યા, અને છેડા સુકાનીને પૂછવા લાગ્યા : ‘કોણ છો?’ ‘હું સાગરપ્રતિનિધિ છું.’ ‘અહીં શું કામ છે ?’ ‘નાગમંત્રીઓને મળવું છે.' ‘મિત્ર કે દુશ્મન ?’ ‘મિત્ર.' ‘એકલા આવો. અમારા એક મંત્રી અહીં જ છે.' હોડીમાંથી એક યુવક ઊતર્યો. તેનું ધૈર્ય અજબ હતું. મિત્રો પણ નાગપ્રજાથી ભયભીત રહેતા. આર્યો ભાગ્યે જ એકલા આવતા. એકલો આવેલો આર્ય વર્ષો સુધી ગુમ થતો, અને નાગસેવક તરીકે વર્ષો ગુજારી નાગ બની જતો. યુવક આર્ય તો દેખાતો જ હતો. તે નજદીક આવ્યો. તેના હાથમાં હથિયાર પણ ન હતું. ‘હથિયાર વગર ફરો છો ?’ ‘મિત્રોમાં હથિયાર લઈ ન જવાય.' સાગરપ્રતિનિધિ બોલ્યો. ‘પણ તમે તો આર્ય દેખાઓ છો !' ‘આર્યો નાગના મિત્ર બની શકે છે.’ ‘તમારું નામ ?’ ‘સુબાહુ.’ ‘સુબાહુ ? ઉત્તુંગ કદી કોઈ આર્યનાં વખાણ કરે છે ત્યારે સુબાહુનું નામ લે છે. એ જ સુબાહુ તમે ?' ‘એ તો કોણ જાણે ! પણ મારું નામ સુબાહુ છે. હું ઉત્તુંગને ઓળખું છું. મારે સેનાપતિ ઉત્તુંગને મળવું છે, અને નાગપ્રજાની સહાય મેળવવી છે.' સુબાહુએ કહ્યું. ‘નાગપ્રજા આર્યોને સહાય આપશે ખરી ?’ ‘શા માટે નહિ ? ઘણી વખત આપી છે. જન્મભૂમિને સાચવવી હોય તો આર્ય અને નાગ બંનેએ ભેગા થવું પડશે જ.’ ‘મને ન સમજાયું.’