પૃષ્ઠ:ક્ષિતિજ-રમણલાલ વ દેસાઈ Book.pdf/૧૨૪

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૦૮ : ક્ષિતિજ
 


ભારતવર્ષની સીમા તો જાણો છો ને ? એક કિનારે સમુદ્ર, બીજ કિનારે હિમાલય, ત્રીજે કિનારે પારસિક ભૂમિ અને ચોથે કિનારે ચીન. એ ચારે કિનારા નહિ સચવાય તો માતૃભૂમિને રોમક પ્રજા ગળી જશે. આર્ય અને નાગ બંને તેના શૂદ્રો બનશે.' સૈનિક સ્થિર ઊભો રહ્યો. સાગરપ્રતિનિધિ પણ અટકીને ઊભો રહ્યો. થોડી ક્ષણો પછી તેણે પૂછ્યું : ‘સ્ત્રી સૈન્ય છે ?’ ‘ા. હું તેની સરદારી કરું છું.’ ‘આપનું નામ ?’ ‘ઉલૂપી.’ ‘આપને પૂર્ણેશ્વરના મઠમાં જોયેલા. આપ ત્યારે ઘણાં નાનાં.' ‘તો તમે પણ તે સમયે ઘણા નાના હશો... હા.... હા... સુબાહુ નામ મને યાદ છે. એ જ તમે ? કેટલા બદલાઈ ગયા ? તમારું રેતીનું દહેરું મેં ભાંગ્યું હતું તે યાદ છે ?’ ‘યુગપલટો થયો. બૌદ્ધ અને વૈદિકો તે સમયે આર્યોમાં લડતા હતા. આજ આર્ય અને નાગ લડે છે.’ ‘હું વૈરની વિરુદ્ધ છું. મારે આર્યોની મૈત્રી જ જોઈએ.’ ‘એ મૈત્રી આપવા હું આવ્યો છું.’ ઉલૂપી સુબાહુને નાગનગરમાં લઈ ગઈ. સુબાહુ એક સમયે આશ્રમમાં ઉત્તુંગનો મિત્ર હતો. આર્યતાના મિથ્યાભિમાનીઓને સુબાહુ આર્યતામાં રહેલું મિથ્યાપણું ઘણી વખત સમજાવતો. ઉત્તુંગના કાળા રંગની સામે તે કૃષ્ણદ્વૈપાયન - વ્યાસમુનિને મૂકતો. આર્યતાની સૌન્દર્ય દૃષ્ટિએ કદરૂપા દેખાતા ઉત્તુંગના રૂપ સામે તે વાલ્મીકિ અને અષ્ટવક્રને આગળ કરતો. ઉત્તુંગ સંસ્કાર અને વિદ્વત્તા મેળવી રહી આર્યોનો આર્યોના શ્રેષ્ઠતાઘમંડનો દુશ્મન બની ગયો હતો. સુબાહુ આર્યત્વ અને નાગતત્ત્વ બન્ને એકરૂપ બની જાય એમ ઇચ્છતો હતો. સુબાહુ પ્રત્યે ઉત્તુંગનો સદ્ભાવ હતો, પરંતુ સુબાહુનું આર્યત્વ તેને ખૂંચતું હતું. બન્ને મિત્રો ભેગા રહ્યા અને નાગલોકના સંઘપતિ અને મૈત્રીમંડળ સાથે સુબાહુની મંત્રણા શરૂ થઈ. નાગવનમાંથી તેને વહાણ માટે કાષ્ટ જોઈતાં હતાં અને નાગપ્રજા આર્યોને કયે માર્ગે સહાય કરી શકે તેનો ઉકેલ થતો ન હતો. સમગ્ર નાગપ્રજાની સંમતિ લેવી ? કે વિંધ્યાટવીની નાગપ્રજાએ આગળ પગલું ભરી સમગ્ર નાગપ્રજાને માર્ગસૂચન કરવું ? અથવા આર્યોનો