પૃષ્ઠ:ક્ષિતિજ-રમણલાલ વ દેસાઈ Book.pdf/૧૨૭

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
સુબાહુનો નાગપ્રજા સાથે સંબંધ : ૧૧૧
 

‘કાંઈ બચવાનો ‘હું કદી નાસતો નથી.' 'તો બંધનમાં પુરાઈશ.' . સુબાહુનો નાગપ્રજા સાથે સંબંધ : ૧૧૧ નાસવાનો ઉપાય ?' ‘એનો ભય નથી. મને માત્ર તારા સંઘપતિની મુલાકાત લેવા દે.' વૃદ્ધ નાગ સંઘપતિ અનેક યુદ્ધો અને અનેક મુશ્કેલીઓ જોતો જાતો અકાળે વૃદ્ધ બની ગયો હતો. તેને ફરી યુદ્ધ જોઈતું નહોતું. તેને શાન્તિની જરૂર હતી. નાગપ્રજાને પણ શાંતિની જરૂર હતી. તેણે સુબાહુને બોલાવ્યો. મંત્રીમંડળ બેઠું હતું. ઉત્તુંગે આરોપ મૂક્યો : ‘સુબાહુ સહાય માગવા આવ્યો છે, છતાં સાથે લશ્કરી વહાણો પણ લાવ્યો છે. એ વહાણો અમારી હદ બહાર ન જાય ત્યાં સુધી તેને અમે બંધનમાં રાખીશું.’ ‘ઠીક. તમને એ યોગ્ય લાગતું હોય તો તેમ કરો. પણ સાથે સાથે યાદ આપું છું કે બે ઘટિકા વીત્યે હું મારા વહાણમાં નહિ પહોંચું તો સુકેતુ તમારા વનને દાહ લગાડશે.' સુબાહુ બોલ્યો. ‘અને એના પ્રથમ ચિહ્ન તરીકે પેલું બળતું બાણ આવે છે ! એ પ્રથમ સૂચના છે.' ઉલૂપીએ કહ્યું. ત્યારે તું મિત્ર તરીકે નથી આવ્યો.' ઉત્તુંગે કહ્યું. ‘હું મિત્ર તરીકે જ આવ્યો છું. બે દિવસ મંત્રણામાં ગયા. આજની સંધ્યા પહેલાં હું ન પહોંચું તો મારા મિત્રો માની જ લે કે મને તમે બંદીવાન બનાવ્યો છે.’ ‘તે તું બંદીવાન જ છે !’ ‘વારું.’ ‘અને એના પરિણામ માટે જે જવાબદાર હશે તેનો ન્યાય હું સંઘસમષ્ટિ પાસે કરાવીશ.' ઉલૂપી બોલી. અને બળતું બાણ આકાશમાં સૂસવાટો કરી અલોપ થઈ ગયું.