પૃષ્ઠ:ક્ષિતિજ-રમણલાલ વ દેસાઈ Book.pdf/૧૨૮

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે


૧૪
 

વનદાહ કે હ્ર્દયદાહ
 


‘એ બાણનો જવાબ કેમ આપીશું તે ખબર છે ?’ ઉત્તુંગ બોલ્યો. ‘સુબાહુને પાછો મોકલીને.' કોઈએ કહ્યું. સુબાહુને નહિ; સુબાહુના મસ્તકને પાછું મોકલીને.’ ઉત્તુંગની આંખમાં અગ્નિ ચમક્યો. ‘એનું મસ્તક કોણ કાપશે ? હું જોઉં છું.’ ઉલૂપી બોલી અને તેના હૃદયમાં સુબાહુએ વિશાળ સ્થાન લઈ લીધું. ‘મસ્તક કાપીશ એટલું જ નહિ, એ મસ્તકને બાણ ઉપર ચડાવી સુકેતુની નાવ ઉપર ફેંકીશ.’ ઉત્તુંગે નિશ્ચય દર્શાવ્યો. વૃદ્ધ સંઘપતિ પથ્થરની બેઠક ઉપર અઢેલી રહ્યા હતા તે એકાએક ટટા૨ થયા અને બોલ્યા : ‘સુબાહુને કાંઈ કરી શકાય નહિ. પરંતુ આપણા પ્રદેશમાં આવી ધમકી આપનારને યોગ્ય જવાબ તો આપવો જ જોઈએ.’ ‘આ ધમકી નથી. મને પાછો જવા દો. યુદ્ધ કરીને તમારી મૈત્રી મેળવવા હું ઇચ્છતો નથી.' સુબાહુ બોલ્યો. ‘યુદ્ધથી મૈત્રી નહિ તો વિજય મળવાની અભિલાષા તો ખરી ને ?’ ઉત્તુંગે કહ્યું. ‘ઉત્તુંગ ! મંત્રીમંડળને ઉશ્કેરી તું મારી બાજી બગાડી રહ્યો છે. હું મૈત્રી માગું છું ત્યારે તું યુદ્ધ અને વિજયની મિથ્યા વાત કરી રહ્યો છે.' સુબાહુ બોલ્યો. ‘મિથ્યા વાત ? જો આ ત્રીજું બાણ ! સુકેતુ શું કરે છે ? એને તો યુદ્ધ જ જોઈએ છે. તે આપવા નાગસૈનિકો તત્પર છે.’ ઉત્તુંગ બોલ્યો. ત્રીજું બાણ હવામાં - વૃક્ષો ઉપર ચમકી અદૃશ્ય થઈ ગયું. તેના અગ્નિતણખા આગિયાની માફક ઊડતાં વૃક્ષો ઉપર ઠરતા હતા. ‘હવે એક જ વાત. મૈત્રી આપો અગર મને જવા દો.' સુબાહુએ કહ્યું. ‘બેમાંથી એક પણ ન કરીએ તો ?’ ઉત્તુંગે પૂછ્યું. ‘તો આ તમાાં વનનો દાહ શરૂ થશે.' સુબાહુ બોલ્યો.