પૃષ્ઠ:ક્ષિતિજ-રમણલાલ વ દેસાઈ Book.pdf/૧૨૯

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
વનદાહ કે હ્ર્દયદાહ : ૧૧૩
 


‘વનનો દાહ શરૂ થતાં તને તેમાં પહેલો હોમીશું. ઉત્તુંગે કહ્યું ‘મારી મહેમાનગીરી તેં સારી કરી. મેં જાણ્યું કે હું મારા જૂના મિત્રને ઘેર જાઉં છું.' સુબાહુએ કહ્યું. પ્રશ્ન ઉત્તુંગ અને સુબાહુ વચ્ચે નથી, નાગ અને આર્યજાતિ વચ્ચેનો પ્રશ્ન છે. સુબાહુને આગમાં હોમતાં ઉત્તુંગનું હૈયું પણ આગમાં જ પડશે. પરંતુ...' ઉત્તુંગ બોલ્યો. ‘મારો સ્પષ્ટ વિરોધ હું જાહેર કરું છું. મિત્ર ન બનીએ તો સુબાહુને પાછો સલામત મોકલવો જોઈએ.’ ઉલૂપી બોલી. ‘એ જતાં જતાં આપણાં વનને દાહ નહિ લગાડે એની કોઈ ખાતરી?’ કોઈએ પૂછ્યું. ‘એની ખાતરી હું આપું છું.' સુબાહુએ કહ્યું. ‘શી ખાતરી ?’ ‘હું બોલેલું પાળું છું એની સાખ ઉભુંગ પોતે જ આપશે.’ ‘તારી વાત જુદી છે. સુકેતુ એમ જ ક૨શે એની શી ખાતરી ?’ ઉત્તુંગે જરા ગૂંચવાઈને જવાબ આપ્યો. ‘તમને હવે ફાવે તે કરો. મેં મારું વચન આપી દીધું છે. એ વચન સુકેતુ પાસે નહિ પળાવી શકું એમ લાગતું હોય તો મારે કાંઈ જ કહેવાનું નથી.' સુબાહુ બોલ્યો અને અદબ વાળી ઊભો રહ્યો. ‘એને સુરક્ષિત બંધનમાં રાખો.' સંઘપતિએ કહ્યું. ઉત્તુંગ પાસે નહિ રખાય.' ઉલૂપી બોલી. ‘તારી પાસે રાખ.’ ઉત્તુંગે ભયંકર કટાક્ષથી કહ્યું. ‘સારું. સંઘપતિની આજ્ઞા હોય તો મને હરકત નથી.' અત્યંત ઠંડકથી ઉલૂપી બોલી. ‘ઠીક, ઉલૂપી ! તું તારા નિવાસમાં એને પૂરી રાખજે.’ સંઘપતિએ કહ્યું. ‘ભૂલ થાય છે. ઉલૂપીને જોખમ ન સોંપાય.’ ઉત્તુંગ બોલ્યો. ‘હું સંઘપતિ મટું, પછી મારી ભૂલ કાઢજે. હમણાં અગ્નિશાન્તિની તૈયારી કરો. બે ઘડી વીતી જતા સુકેતુ વનને દાહ લગાડશે.’ ‘અને ઉલૂપી ! તું સુકેતુના નાવને ઘેરી લે.' સેનાપતિ ઉત્તુંગે ઠપકો ન ગણકારતાં ઉલૂપીને આજ્ઞા કરી. ઉલૂપી સૈનિક અને સેનાનાયક તરીકે સેનાપતિ ઉત્તુંગની આજ્ઞાને આધીન હતી. તેણે બે સ્ત્રીસૈનિકોની સાથે સુબાહુને પોતાના નિવાસ-