પૃષ્ઠ:ક્ષિતિજ-રમણલાલ વ દેસાઈ Book.pdf/૧૩૦

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૧૪ : ક્ષિતિજ
 


સ્થાનમાં મોકલ્યો અને તે પોતે એક નાનકડી ટોળી લઇ સરિતાને માટે વળી. વનમાં - વનમાર્ગોમાં લુપ્ત થઈ જતાં સૈન્ય એવી સિફતથી ચાલતાં હતાં કે અજાણ્યાને તેમની હાલચાલ જરાય સમજાય નહિ. માત્ર એક તાલથી વાગતી નોબતના પડઘા ચારે પાસ પડી રહ્યા હતા. વન અને વનનગરોમાં શાન્તિ છવાઈ રહી. પરંતુ એ શાન્તિને ભેદતી નોબતની દબાયલી ગર્જના કોઈ પ્રલયપ્રસંગની આગાહી આપતી હતી. ઉલૂપી નદીકિનારે પહોંચી અને સંધ્યાએ રાત્રિની અંધારપિછોડ ઓઢી લીધી. પરંતુ એ પિછોડીને કાપતાં નાનાં નાનાં ભડકોલિયાં આકા- શમાં ઊડવા લાગ્યાં. નોબતને ઓળખી, આપેલો સમય વીતવાથી સુકેતુએ સેંકડો અગ્નિબાણો હવામાં ઉરાડ્યાં.' અભ્યાસ્ત્ર ચારે પાસ ફેલાવા માંડ્યું, અને અણધારી જગ્યાઓમાંથી લાલાશ પ્રગટ થવા માંડી. વનવાસી પ્રજા અગ્નિથી બહુ ભય પામતી હતી. વાંસ ઘસાય તોય તણખો ઝરે અને વનમાં દવ લાગે. અગ્નિ હોલવાય, તેની જ્વાળા આગળ વધે નહિ, તો એ જ્વાળાને આપોઆપ અટકવું પડે એ માટેની અનેક યુક્તિઓ વનવાસી પ્રજાને આવડે જ. વનપ્રજાના દુશ્મનો પણ એક સહેલા ઉપાય તરીકે અગ્નિને જ આગળ કરતા એટલે નાગપ્રજા અગ્નિશાન્તિ અને અગ્નિરક્ષણમાં બહુ જ દક્ષ બની ગઈ હતી. અનેક સૈનિકોને આમાં કાંઈ બહુ ભયાનક સ્થિતિ લાગી નહિ. ટેવાયલા યુદ્ધવીરો તેમ જ સામાન્ય પ્રજાજનો અગ્નિભયને નિહાળી તેનું નિવારણ કરવા માટે પ્રવૃત્ત થયા. પરંતુ ઉત્તુંગ તેમ જ ઉલૂપી બંને સમજી ગયાં કે સામાન્ય આર્ય સેનાપતિઓની અણઆવડત બતાવતો અગ્નિવ્યૂહ આ પ્રસંગે ન હતો. આ અગ્નિવ્યૂહ માત્ર સરિતાના એક જ સ્થળેથી રચાયો ન હતો. સરિતાની આખી લંબાઈ અને વાંકવળોટ અભ્યાસ્ત્રથી ઝળકી રહ્યાં હતાં. લાલાશ વધી અને ધૂમ્રવાદળના ઘટ્ટ બનતા ટુકડાઓ વેગથી આકાશમાં વહી રહ્યા. સુબાહુ અને સુકેતુ એકાએક મૈત્રી માગતા આવ્યા ન હતા. મૈત્રી નહિ મળે તો - અને મૈત્રી માગતાં યુદ્ધ થાય તો શું કરવું તેની યોજના એક કુશળ વ્યૂહવિધાયકની દક્ષતાથી કરીને તેઓ આવ્યા હોય એમ લાગ્યું. - લાલાશમાંની અગ્નિજ્વાળાઓ ઝબકી ઊઠી. એ અગ્નિજ્વાળાઓ ધૂમ્રવાદળને પણ સોનેરી રંગે રસી રહી. રાત્રિનો શ્યામ પડદો અદૃશ્ય થઈ ગયો અને ચારે પાસ - જ્યાં નજર પડે ત્યાં - વિકરાળ હાસ્ય કરતી અગ્નિજ્વાળાઓ નાચવા લાગી. વન એક સુંદર સુવર્ણચત્ર બની ગયું. પરંતુ એ ખરેખર શું સુંદર ચિત્ર હતું ? પક્ષીઓએ કલબલાટ શરૂ કરી દીધો અને ચારે પાસ ઉડાઉડ કરવા