પૃષ્ઠ:ક્ષિતિજ-રમણલાલ વ દેસાઈ Book.pdf/૧૩૧

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
વનદાહ કે હ્ર્દયદાહ : ૧૧૫
 


માંડી. કેટલાંક પક્ષીઓને ધૂમ્ર અને અગ્નિએ સ્વાહા કરવા માંડ્યાં. એ તેમની ચીસો ઉપરથી સમજાતું હતું. એકલાં પક્ષીઓ જ નહિ, પશુઓએ પણ ચિત્કાર શરૂ કર્યા. નાનકડાં સસલાં, બહાવરાં દોડવા લાગ્યાં. અગ્નિપ્રલય થયો, અગ્નિજ્વાલા દોડવા લાગી. એક સાબર, નીલગાય દૂર વાઘના ફુત્કાર પણ બહાવરાં ઓળખાયા. વનમાં સ્થળથી બીજું સ્થળ, સહસ્ર હસ્ત, સહસ્ર શિખા, સહસ્ર એક વૃક્ષથી બીજું વૃક્ષ, એક ટેકરીથી બીજી ટેકરી એમ ચારે પાસ કોઇ અગ્નિસત્ત્વ તાંડવ કરતું દેખાયું. આંખોથી અગ્નિ નૃત્ય કરી રહ્યો હતો. ભયરહિત હાસ્ય કરતો શાન્તિપૂર્વક વૃક્ષોને ભસ્મ કરતો, આકાશમાં ઊડતો અગ્નિ પોતાનું પ્રલયસ્વરૂપ પ્રકટ કરવા પ્રકાશનો પ્રવાહ પણ રેલાવતો હતો. હોડી નથી પકડાતી ?' શર ફેંકતી ઉલૂપીએ પ્રશ્ન સાંભળ્યો. ‘ના. ચાર પ્રયત્નો કર્યા.’ ઉલૂપીએ કહ્યું. ‘હું જાઉં છું. હમણાં સુકેતુને પકડું છું. પણ જોજે, સુબાહુ છટકે નહિ. નગરમાં પણ આગ લાગી છે.' ઉલૂપીએ પ્રકાશમાં ઉત્તુંગને ઓળખ્યો. ઉત્તુંગના મુખ ઉપર વેર પ્રગટ દેખાતું હતું. તેનો નિશ્ચય અડગ લાગ્યો. ‘હું એ મોખરે જાઉં ?’ ઉલૂપીએ પૂછ્યું. વિચાર કરવો પડે છે ? સુબાહુ જશે તેની જવાબદારી તારે શિર રહેશે.’ ‘સારું.’ નદીમાં હલેસાં સંભળાયાં, ઉલૂપીએ નગરનો માર્ગ લીધો. ઉત્તુંગની હોડી આગળ વધી. નદીનાં પાણી પણ ચમક ચમક થઈ રહ્યાં હતાં. મધરાતના અંધકારને બદલે મધ્યાહ્નનાં અજવાળાંનો ભાસ થતો હતો. પરંતુ સૂર્યનાં ખૂણે ખૂણે ફરી વળતાં ભર્ગને બદલે એ અજવાળાં કોઈ સ્થાનને અતિપ્રકાશથી ઉજ્વલ કરતાં હતાં. તો કોઈ સ્થાનને પડછાયાથી છાઈ દઈ અંધકારનું બિહામણું સ્વરૂપ પણ અર્પતાં હતાં. કડકડ અવાજ સાથે વૃક્ષો તૂટતાં હતાં, અને વજ્રપાતની યાદ આપતા નાદ સાથે વાંસ ફૂટતા હતા. મોટી મોટી રાતી રાતી અગ્નિ જિલ્લાઓની પરંપરા ઊછળી વનને - વનરાજિને ચાટી ભસ્મ કરતી હતી. બંને પાસના બળતા વનની છબી પાડતી સરિતાનાં વારિ પણ ઉષ્ણ બનવા લાગ્યાં. એ વારિમાં હોડીઓની એક હાર ગોઠવાઈ ગઈ હતી. સામે કિનારેથી ઉત્તુંગની નાવ ઝડપથી પાણી કાપવા લાગી. એ હોડીની પાછળ પણ બીજી સૈનિકનાવ હતી.