પૃષ્ઠ:ક્ષિતિજ-રમણલાલ વ દેસાઈ Book.pdf/૧૩૩

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
વનદાહ કે હ્ર્દયદાહ : ૧૧૭
 


પોતાના નૌકાસૈન્યમાં ગોઠવ્યાં હતાં. પરંતુ નાનકડી હોડીઓમાં તે યંત્રને ગોઠવવાનું ચાતુર્ય દાખવનાર ઉત્તુંગ પ્રત્યે સુકેતુને માન ઉત્પન્ન થયું. હોડીના ચૂરા થતા ઉત્તુંગે જોયા. એ જોઈ તે રાજી થયો. સુબાહુની સાથે સુકેતુને પણ પકડવાની તેને તીવ્ર ઇચ્છા થઈ આવી. એ બન્ને ભાઇઓ થોડાં વર્ષોથી સમુદ્રવિસ્તારનો લાભ લઈ આર્યો તેમ જ અનાર્યો એમ સહુને રાવતા ભયરૂપ બની ગયા હતા. સુબાહુ સાથે સુકેતુને પણ જીવતાં અગ્નિદાહ આપવો યોગ્ય થશે એમ ઉત્તુંગે ધાર્યું. બાળપણની - ગુરુકુળની મૈત્રી સમૂળી અદૃશ્ય થઈ ગઈ, અને તેના હ્રદયમાં મૃત્યુથી પણ ન સંતોષાય એવા વૈરનો ઉદ્દભવ થયો. ‘આગળ વધો અને સુકેતુની હોડી ઉપર ધ્યાન રાખો.’ ઉત્તુંગની ગર્જના અગ્નિનૃત્યને ભેદી રહી. તેની હોડી આગળ વધી. ગોષ્ણ સરખા યંત્રમાંથી વરસતા ગોળાઓથી બચવા સુકેતુની નૌકા આઘીપાછી હઠવા લાગી હતી. ઉત્તુંગને લાગ્યું કે સુકેતુની નૌકાઓમાં ભંગાણ પડ્યું અને એનું સૈન્ય પાછું ભાગ્યું. હોડીઓમાંથી ઘવાયલા સૈનિકોનાં શબ નદીમાં તરતાં થઈ ગયાં. ‘ઝડપ રાખો. સુકેતુ ભાગે નહિ.’ ઉત્તુંગે સુકેતુની નાવ આવતાં બૂમ પાડી. સુકેતુની નાવ ઉપર ચીપિયા પડ્યા, અને તેની ગતિ અટકી ગઈ. પ્રકાશની એક ઝલકમાં ઉત્તુંગને સમજાયું કે સુકેતુની નાવ તો ખાલીખમ બની ગઈ છે ! એટલું જ નહિ, તરતાં શબ સજીવન થતાં દેખાયાં. એ શબનાં છૂટાં છૂટાં તરતાં શરીર એકાએક ઉત્તુંગની હોડીને વીંટાઈ વળ્યાં. ઉત્તુંગના સૈનિકોને તલવાર ફેરવવાનો સમય મળે તે પહેલાં તો ઉત્તુંગની હોડીમાં તે કૂદી પડ્યા. ઉત્તુંગ શું છેતરાયો ? ઉત્તુંગે પોતાનું ખડ્ગ ખેંચ્યું, અને શબનો દેખાવ કરી નાવમાં કૂદી પડેલા સુકેતુના સૈનિકોની ઉપર તે તૂટી પડ્યો. હોડીમાં જ જબરજસ્ત યુદ્ધ જામ્યું. સૈનિકો કપાવા લાગ્યા, ખરેખરાં શબ બની નદીમાં પડવા લાગ્યાં. રુધિરના રેલા વહેવા શરૂ થયા. ઉત્તુંગના પ્રહારની સાથે અથડાતું માનવી કે શસ્ત્ર તેની સામે ટકી શકતું નહિ. જબરજસ્ત કાયા લઈ ઘૂમતો ઉત્તુંગ વનને બાળી રહેલા અગ્નિનો અર્ક હોય એવો દેખાતો હતો. એકાએક તેનું શસ્ત્ર અટક્યું. તેના ખડ્ગને નિરર્થક બનાવતો એક પ્રતિપ્રહાર ઉત્તુંગે અનુભવ્યો. તે સાથે જ સુકેતુનો કંઠ તેણે પિછાન્યો. ‘જરા થોભ. થાકી જઈશ. હજી તારા જૂના મિત્ર જોડે રમવાનું બાકી સ. ૮