પૃષ્ઠ:ક્ષિતિજ-રમણલાલ વ દેસાઈ Book.pdf/૧૩૫

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
વનદાહ કે હ્ર્દયદાહ : ૧૧૯
 


બંને ભયંકર દૃશ્ય ભુલાય નહિ એવાં હતાં, ન અગ્નિ અટકતો, ન માનવી અટકતો. ઉત્તુંગ અને સુકેતુના યુદ્ધમાં ભાનભૂલેલા સૈન્યે પણ શાન્તિ સૂચવતો ઘંટારવ સાંભળ્યો નહિ. જેણે સાંભળ્યો તેણે તેને ભ્રમ માન્યો. ઉત્તુંગ અને સુકેતુને તો એ રવ કાને પણ પડ્યો નહિ. છતાં કોઈ ઘંટનાદ વનમાં વાગી રહ્યો હતો. બંને પક્ષના સેનાપતિઓ આમ યુદ્ધમાં મશગૂલ હોવા છતાં સુલેહ-વિષ્ટિસૂચક ઘંટનાદ કેમ થતો હતો? કોણે શાન્તિ સ્વીકારી ? કોણ જીત્યું ? કોણ હાર્યું ? ઉત્તુંગે એક પ્રચંડ પ્રહાર કરવા તાક્યો. સુકેતુએ ઉત્તુંગના મર્મસ્થાનને ઓળખી તલવાર ઊંચકી. ઉત્તુંગના એ પ્રહારે પહાડ પણ કપાઈને છૂટો પડી ગયો હોત. સુકેતુના સ્પર્શઉચ્ચાલને આકાશને પણ વીંધી નાખ્યું હોત. પાછળ ઘંટારવ ધણધણી રહ્યો હતો તે ન સાંભળતાં બંને સેનાપતિઓએ પોતપોતાનાં શસ્ત્રો ઊંચક્યાં, એક ક્ષણમાં બંનેનાં મૃત્યુ શોધતા ઘાવ એકબીજાને વાગ્યા હોત. તે જ ક્ષણે બંનેના હાથ કોઈ મજબૂત વજપકડમાં આવી ગયા. કરવા ધારેલા ઘા અટકી જતાં ઉત્પન્ન થતો ખિજવાટ દર્શાવતા બંને યોદ્ધાઓએ પાછળ જોયું. સુકેતુનો હાથ સુબાહુએ પકડ્યો હતો; ઉત્તુંગનો હાથ વૃદ્ધ સંઘપતિએ પકડ્યો હતો; અને બંનેની વચમાં આવી ઉલૂપી ઊભી રહી હતી. ‘શું કરો છો તમે ?’ સંધપતિ ઘૂરક્યા. ‘આપની આજ્ઞા પાળું છું.’ ઉત્તુંગ બોલ્યો. ‘હું સુબાહુને શોધું છું.’ સુકેતુ બોલ્યો. ‘શાન્તિનાદ ન સંભળાયો ?’ સંઘપતિએ કહ્યું. મને લાગ્યું કે એ ભ્રમણા હશે.’ ઉત્તુંગે કહ્યું. “મેં સાંભળ્યો હોત તોપણ હું તેને માનત નહિ. સુબાહુની હાજરી એ જ મારે માટે શાન્તિનાદ. બોલો.... સુબાહુનો જય !' સુકેતુ ગર્જ્યો. સુબાહુના સૈન્યે એ નાદ પકડી લીધો. ઉત્તુંગના હાથ સળવળી રહ્યા. સંઘપતિની વૃદ્ધ આંખ પણ રાતી બનતી દેખાઈ. સુબાહુ એકાએક બોલી ઊઠ્યો : ‘એકલા સુબાહુનો જય નથી. બોલો...નાગસંઘનો જય !' નાગ- સૈનિકોએ હર્ષપૂર્વક એ જયનાદને ઘેરો બનાવ્યો. ‘સુબાહુ ! સમુદ્રને અને વનપ્રદેશને દુશ્મનાવટ નથી. કહે છે કે યુગયુગ પૂર્વે આ વન સમુદ્રમાંથી ઊપસી આવ્યું.’ સંઘપતિ બોલ્યા. ‘હું એ જ માગવા આવ્યો હતો. વન, રણ અને સમુદ્ર એ પરસ્પરનાં