પૃષ્ઠ:ક્ષિતિજ-રમણલાલ વ દેસાઈ Book.pdf/૧૩૬

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૨૦ : ક્ષિતિજ
 


સગાં છે. આપણી વચ્ચે દુશ્મનાવટ ન હોય.' સુબાહુએ કહ્યું. ‘એ મૈત્રી આર્ય અને નાગ વચ્ચે નહિ, સમુદ્રવાસી અને વનવાસી પ્રજા વચ્ચે છે એટલું આપણે ધ્યાનમાં રાખવું.' સંઘપતિ બોલ્યા. ‘એમ કરતાં આર્ય અને નાગ એક થઈ જશે. હું આપનું કથન માન્ય અને હવે આપણે સહુ અગ્નિશાન્તિના કાર્યમાં જોડાઈ જઈએ.’ કરું છું.' સુબાહુ બોલ્યો. સંઘપતિએ આજ્ઞા આપી. સૈનિકો યુદ્ધ મૂકી વનમાં અદૃશ્ય થઈ ગયા. સંઘપતિ, સુબાહુ ઉલૂપી, ઉત્તુંગ અને થોડા અંગરક્ષકો ઉત્તુંગની નાવમાં બેઠાં. ‘હું વૃદ્ધ જરા વધારે સ્થાન માગીશ.' સંઘપતિએ કહ્યું. ‘હા, જી. આવવું જોઈતું નહોતું.' સુબાહુએ કહ્યું. ‘હું ન આવ્યો હોત તો ઉત્તુંગનો ઉપાડેલો હાથ ભાગ્યે કોઈ પાછો વાળી શક્યું હોત.' સંઘપતિએ પોતાના અનારોગ્ય વાર્ધક્યમાં પણ ખરેખર એક અશક્ય કાર્ય શક્ય બનાવ્યું હતું. ઉત્તુંગનો ઊંચકાયલો હાથ રોકવો એ ભલભલા પહેલવાનો માટે પણ મુશ્કેલ હતું. ઉત્તુંગને સંઘપતિનો ઝેરભર્યો લાગ્યો હતો. છતાં સહુએ તેમને સુવાડ્યા, યુદ્ધનૌકામાં આરામનાં સાધનો ન હોય, છતાં યુદ્ઘપોશાકના ભાગ પાથરી સંઘપતિ માટે સાધન બનાવી શકાયું. હાથ ‘ઉત્તુંગનો હાથ રોકતાં હું મારું જીવન ખોઈ બેઠો છું.’ સંઘપતિ બોલ્યા. ‘કેમ ? એમ કેમ ?’ સહુએ પૂછ્યું. ‘આમેય મારો અંત નજીક જ હતો. પરંતુ આજના પરિશ્રમે હું ભાગ્યે જ આજની રાત વિતાવું.' સંઘપતિએ કહ્યું. નાગસંઘની સેવામાં વૃદ્ધ બનેલા સંઘપતિનાં અનેક યશસ્વી કાર્યો નાગસૈનિકોના ધ્યાનમાં આવ્યાં, અને તેમની આંખ ભીંજાઈ. ‘આપને નગરમાં લઈ જઈએ ?' સુબાહુએ પૂછ્યું. ‘નગર અને નદી મૃત્યુ માટે સરખાં છે. નદીમાં મરવું વધારે ફાવે.’ સંઘપતિએ હસીને કહ્યું. મૃત્યુ નિહાળી સ્મિત કરનાર આર્ય હોય કે અનાર્ય હોય, તેની ભાવના જરૂર આર્ય છે. તેને સન્માન જ ઘટે. ‘મંત્રીમંડળને બોલાવીશું ?’ ઉત્તુંગે પૂછ્યું. તેનો રોષ હળવો બની ગયો. ‘મેં સહુને બોલાવ્યા છે. પાછળ હોડીમાં આવતાં જ હશે.'