પૃષ્ઠ:ક્ષિતિજ-રમણલાલ વ દેસાઈ Book.pdf/૧૪૦

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૨૪ : ક્ષિતિજ
 


‘તારી સાથે એટલાં નૃત્ય કરવાં છે કે એવું એકાદ નૃત્ય ભુલાઇ જશે. ઉલૂપીએ કહ્યું. પણ... પણ... તારા ઉપર આરોપ...’ ‘આરોપ મૂકનાર ઉત્તુંગ ગયો. મહેમાનની સાથે નૃત્ય કરવું એ અમારો અતિથિધર્મ છે.' ‘એમાંથી કેવું પરિણામ આવશે તે તું જાણે છે ?' ‘નાગપ્રજા પરિણામ સમજતી હોત તો ક્યારની આર્ય બની ગઈ હોત. નાહક અલગ રહી પોતાના વરવા દેહ અને વરવા મુખને સાચવી રાખવામાં શો અર્થ ?’ ઉલૂપીએ સુબાહુનો હાથ છોડ્યો નહિ. નૃત્ય સમયે, ધર્મવધિ પછી, ઉજાણીમાં અગર એકાંતમાં આર્યસભ્યતાને ન રુચે એટલી છૂટ નાગ સ્ત્રી-પુરુષો સહજ લઈ શકતાં હતાં. સામાન્યતઃ સંઘપતિનો આ સદ્ભાવ પરદેશી મહેમાનની મહેમાનગીરીના ભાગ તરીકે ગણાઈ શક્યો હોત અગર કોઈ પ્રતિષ્ઠિત બ્રાહ્મણ કે ક્ષત્રિયને નાગ જાતિમાં ભેળવવાની પ્રાથમિક ક્રિયા તરીકે એ સદ્ભાવ જોનારની પ્રશંસા પામ્યો હોત. પરંતુ સુબાહુ નાગ બનતો ન હતો. અને ઉલૂપી સુબાહુ માટે આર્ય બનવા તત્પર હતી એની રાજસભાના મંત્રીઓને ખાતરી હતી, એટલે તેની તરફ વધારે સખ્ત નજર રહેતી હતી એ સુબાહુ અને ઉલૂપી બંને જાણતાં હતાં, છતાં કોઈથી ઉલૂપીના આચારમાં હજી સુધી ચોક્કસ ખામી કાઢી શકાઈ ન હતી. ઉલૂપી એ સ્થિતિ આજ ટાળી દેશે કે શું ? સુબાહુને લગભગ ખેંચી ઉલૂપી પોતાના આરામગાહમાં લઈ ગઈ., બે સ્ત્રીસૈનિકો દ્વારા ઉપર ઊભી હતી, તેમણે બંનેને નમન કરી માર્ગ આપ્યો. સ્થળ ખુશબોથી તર બની રહ્યું, અને કોઈ તંતુવાઘ આખા ઓરડાને છૂપી રીતે સંગીતમય બનાવી રહ્યું. રેશમી કિયા અને સુંવાળી રેશમી બિછાયત પર ઉલૂપી એકાએક બેસી ગઈ, અને સુબાહુનો હાથ પકડી બોલી : ‘સુબાહુ ! નીચે બેસ, મારી પાસે.’ સુબાહુ નીચે બેઠો : ઉલૂપીની બહુ નજદીક બેઠો. ઉલૂપીએ તકિયા ઉપર પોતાના દેહને નાખ્યો. અને સભારસ્થાન માટે ઓઢેલું આભરણ ખસેડી નાખ્યું. એના સુપ્રમાણ કલામય અંગ અને ઉપઅંગ જગતના પૌરુષને ઘેલું બનાવે એવું આહ્વાન કરતાં હતાં. સુબાહુ ઉપર શી અસર થાય છે એ ઉલૂપીની કાળી ચમકતી આંખો નીરખતી હતી. થોડી ક્ષણ કોઈ