પૃષ્ઠ:ક્ષિતિજ-રમણલાલ વ દેસાઈ Book.pdf/૧૪૧

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
ખૂલેલાં હ્રદય : ૧૨૫
 


કાંઈ બોલ્યું નહિ. ઉલૂપી પણ અધમીંચી આંખે કિયા ઉપર સૂતી રહી. કેટલીક વારે એક સુંદર સેવિકા બે સુવર્ણપ્યાલા એક સુવર્ણનકશીભરી રકાબીમાં મૂકી લાવી, અને ઉલૂપી પાસે મૂકી તે અદૃશ્ય થઈ ગઇ. વાઘના મીઠા સૂર વધારે મીઠા બન્યા. ‘થોડો આસવ લે, તારોયે થાક ઊતરશે.' ઉલૂપીએ સૂતાં સૂતાં જ કહ્યું. ‘મને થાક નથી લાગ્યો.' સુબાહુએ કહ્યું. ‘થાક ન લાગ્યો હોય તોપણ લે. ‘તું જાણે છે કે હું માદક વસ્તુને અડતો જ નથી.' ‘માદક નથી, એ તો શરબત છે. અને આર્યો ક્યાં સુરાપાન કરતા નથી ?' ‘હું તો નથી જ કરતો.’ ‘તારા સમ, એ નથી આસવ કે નથી સુરા. હું પણ કદી પીતી નથી. એકલા આર્યો સુરાપાન નિષિદ્ધ ગણે છે એમ નથી. ‘હું જાણું છું.’ તો આટલો પી જા. એ બિલકુલ મદ્ય નથી.’ ‘પણ હું આટલી રાત વીત્યા પછી કાંઈ પી શકતો નથી.’ ‘તું ન પીએ તો મને પા.’ ઉલૂપીએ કહ્યું. હજી તે જેમની તેમ સૂતી જ હતી. સુબાહુએ રકાબીમાંથી એક પ્યાલો ઉપાડ્યો અને કહ્યું : ‘લે હું પાઉં, પણ તું બેસે ત્યારે ને ?’ ‘મારે બેસવું નથી. એમ ને એમ પાઈ દે.’ સુબાહુએ પ્યાલો ઉલૂપીના મુખ પાસે આણ્યો અને ઉલૂપી બેઠી થઈ ગઈ. બેસવા છતાં તેણે પોતાના હાથનો ઉપયોગ કર્યો જ નહિ. સુબાહુને હાથે જ ધરાયલો પ્યાલો તે પી ગઈ. ‘હવે તું લે.’ ઉલૂપીએ કહ્યું. ‘હું લેતો જ નથી.’ ‘મારે હાથે પાઉં તો ?’ ‘અહં.’ ‘અરે જા ! હું આપું અને તું ના પાડે ? અમારું આતિથ્ય લાજે.’ કહી ઉલૂપીએ સુબાહુના મુખ આગળ પ્યાલો ધર્યો. સુબાહુએ જીવનભરમાં ન અનુભવેલી મૂંઝવણ અત્યારે અનુભવી. હા અને ના વચ્ચે અત્યંત ઝડપથી નિરાકરણ લાવતા સુબાહુને હા પાડવી કે ના તેની સમજ પડી નહિ. આછો