પૃષ્ઠ:ક્ષિતિજ-રમણલાલ વ દેસાઈ Book.pdf/૧૪૨

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૨૬ : ક્ષિતિજ
 


શ્યામ હસ્ત સુવર્ણપ્યાલો મુખ ઘસે લાવતો હતો . જાણે નીલમનો ઉપય સુચીકરણ ચમકતું ન હોય ! સુબાહુએ હતુ પાછો ખસેડી શક્યો નહ એક ક્ષણને માટે તેણે નિશ્ચયરહિત કાર્ય કર્યું, અને ઉલૂપીને વધે તે હાલામાં ભરેલો રસ પી ગયો. એ મિંદરા ન હતી, આસવ ન હતો, કટુતાનો ઇશારો સુધ્ધાં તેમાં ન હતો. સ્વાદેન્દ્રિય કૃષિ અને આનંદનો ભેગો અનુભવ કરે અને છતાં તૃપ્ત ન થાય એવા માર્યથી ભરેલો એ રસ અમૃતની ભાવનાથી બહુ દૂર ન હત સંયમી સુબાહુને પણ લાગ્યું કે સ્વાદમાં આનંદ આપવાની ભારે શક્તિ રહેલી છે. એકાએક દીપક ઝાંખા પડી ગયા, અને આખા ઓરડામાં ભૂરાશ ભર્યો આસમાની રંગ ફેલાઈ ગયો. વાઘના રણકારમાં ઝડપ આવી સુબાહુને પણ લાગ્યું કે તેના દેહમાં કોઈ અવનવો ઝણઝણાટ જાગી ઊઠતો હતો. એ ઝણઝણાટ જગત પ્રત્યે સમભાવ, જીવન પ્રત્યે આનંદનો ભાવ પ્રેરતો હતો. નાગજાતિનાં પીણાં, ખોરાક, યંત્ર અને તંત્ર અદ્ભુત અસર ઉપજાવતાં હતાં એની ખબર સુબાહુને હતી જ, પરંતુ એક નાનકડા ખાલાએ ઉપજાવેલી મીઠાશ અને ઝણઝણાટી તેણે કદી અનુભવી ન હતી. ‘ઉલૂપી ! આ શું હતું ?’ સુબાહુએ પૂછ્યું. ‘વિષ.’ બહુ જ ઠંડકથી ઉલૂપીએ જવાબ આપ્યો. વિષ હોય તોપણ તે ભાવે એવું છે. આટલી જાગૃતિમાં મૃત્યુ આવે તો ઈવા યોગ્ય છે.' ‘બીજું આપું ?’ 'કેમ ?' 'આથી વધારે વિપ્રસાર માટે આટલો દેહ બસ નહિ થાય.’ ‘વધારે વિસ્તૃત દેહ માગ.' હવે આ જન્મે ક્યાંથી મળે ?' ‘તને માગતાં જ ક્યાં આવડે છે ?' ખરે, આ વિષ અમૃત તો નથી ને ?' 'અમૃત અને વિષ બહુ છેટાં નથી. બંને સહોદર છે - જીવન અને મૃત્યુ માં, ' હું ઈચ્છું છું તોય મૃત્યુનો વિચાર કરી શકતો નથી.' પણ એમાંી મૃત્યુ નીપજશે તો ?'