પૃષ્ઠ:ક્ષિતિજ-રમણલાલ વ દેસાઈ Book.pdf/૧૪૩

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
ખૂલેલાં હ્રદય : ૧૨૭
 


'શું ?' સહજ ચમકીને સુબાહુએ પૂછ્યું. આનંદમાં ફેલાઇ જતા ભાન ભૂલતા મનને તેણે શંકા મૃત્યુને ભૂલી પ્રયત્ન વડે પકડી રાખ્યું. એકત્ર થતા મનને ક્ષણભર આવી કે ઉલૂપીએ ખરેખર ઝેર તો નહિ આપ્યું હોય ? ઝેર પી જતા દેહ ઉપર અંકુશ ખોઈ નાખતા મનને એક જ પ્રબળ સુબાહુએ જાગૃત કરી દીધું, ઊંડાણમાં ગરકી જતા તેના મને સ્થિરતા મેળવી, પરંતુ એ સ્થિરતા મળતાં એક શંકા તો ઉત્પન્ન જઈ જ ! ઉલૂપીએ ઝેર તો નહિ આપ્યું હોય ? જાતિવૈરમાં આવા પ્રસંગો છેક અજાણ્યા ન હતા. ‘શંકા પડે છે ?’ ઉલૂપીએ કિયો પાસે ખેંચી તે ઉપર હાથ મૂકી પૂછ્યું: ‘તું શંકા ઉપજાવે છે.' ‘શંકા ખરી લાગે છે ?’ ‘તું વિષ અને મૃત્યુની વાત કર્યા કરે છે ને ?’ ‘એ સિવાય જીવનમાં બીજું છે શું ?’ ઉલૂપી પ્રત્યે કોઈ અત્યંત કુમળો પણ અત્યંત તીવ્ર ભાવ સુબાહુના હૃદયમાં જાગ્યો. સુબાહુને લાગ્યું કે તેનો દેહ ઉલૂપીના દેહ તરફ ખેંચાય છે. સુબાહુના હૃદય ઉપરનો અંકુશ કઈ ક્ષણે તૂટશે અને કઈ ક્ષણે તે ઉલૂપીના દેહને પોતાના હાથમાં સમાવી દેશે તેની સુબાહુને સમજ ન પડી. તેનાં રોમ રોમ ઉલૂપીના દેહને માગી રહ્યાં હતાં. ઉલૂપી પ્રત્યે સર્વદા કુમળા ભાવને આવકારતો સુબાહુ કુમળા ભાવમાં આટલું અણમાપ્યું બળ હશે એ આજે જ જાણી શક્યો. સહજ તે આગળ આવ્યો. અને એકાએક તેનાથી ઉલૂપીનો હસ્ત પકડાઈ ગયો. ‘તારા હાથનું આપેલ વિષ અમૃત બનતું જાય છે.' સુબાહુ બોલ્યો. ‘તને એમ નથી લાગતું કે આપણે બંને વિષ પીઈને સાથે જ સૂઈએ?’ ‘વિષ પીધા વગર પણ એમ લાગતું હોય તો ?’ ઉલૂપીએ સુબાહુ પ્રત્યે જોયું. તેની કાળી ચમકતી આંખોનું તેજ એકત્ર બની સુબાહુ ત૨ફ કોઈ તેજક૨ણ ફેંકી રહ્યું હતું. ‘સુબાહુ ! ત્યારે આજ સુધી શું કરતો હતો ?’ ઉલૂપીએ જરા વધારે નજદીક આવી પૂછ્યું. ‘કોણ જાણે !' ‘મને તું કંઈક વખત ઊંચકી જઈ શક્યો હોત, કંઈક વખત બંધનમાં નાખી શક્યો હોત, અને કંઈક વખત મને તું આર્ય બનાવી શક્યો હોત ઃ તેં કેમ ભૂલ કરી ?’