પૃષ્ઠ:ક્ષિતિજ-રમણલાલ વ દેસાઈ Book.pdf/૧૪૪

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૨૮ : ક્ષિતિજ
 


'ઉલૂપીની તૃષા મારામાં આટલી જાગશે એ આજે જ સમજાયું. ‘તો જ્યારથી સમજાયું ત્યારથી જાગૃત થા.' ‘એટલે ?’ ‘મને અહીંથી લઈ જા.' ‘કેવી રીતે ? તમારું આખું વન જાગે છે.' ‘મેં માર્ગ કરી રાખ્યો હતો. એ માર્ગે ક્ષમા ચાલી ગઈ. હજી એ માર્ગ ખુલ્લો છે.' ‘ચાલ - લઈ જાઉ.’ સુબાહુ બોલ્યો. ‘એમ નહિ. ઊંચકીને લઈ જા.' સુબાહુ ઉલૂપીને ઊંચકીને લઈ જવાની તૈયારી કરતો હતો, અને અત્યંત મિષ્ટ, એકાગ્ર બનાવતું છૂપું વાદન બેસૂરું બની ગયું. એકાએક કોઈ વાજિંત્રનો તાર તૂટી ગયો હોય કે ઊતરી ગયો હોય એમ સંગીત બેસ ગયું અને વાતાવરણની વધતી જતી મધુરતામાં એક મોટો ચીરો પડ્યો સ્વપ્નમાંથી જાગૃત થતો હોય એમ સુબાહુ આસપાસ જોવા લાગ્યો. ઉલૂપીના મુખ ઉપર ઉગ્રતા છવાઈ. ‘શું થયું ?’ સુબાહુએ પોતાની જાતને જ પ્રશ્ન પૂછ્યો. મોહજાળમાં હાથે કરી સપડાતા હૃદયમાં સંગીતના બેસૂરાપણાએ કઠોર જાગૃતિ આણી દીધી. કહ્યું. ‘વિષ ઊતરી ગયું, નહિ ?’ ઉલૂપીએ વ્યગ્ર હાસ્ય કર્યું, અને સુબાહુએ સહજ હાથ તરછોડી નાખ્યો. ‘એમ હાથ શાનો તરછોડે છે ?' ઉલૂપીએ ક્રોધમાં પૂછ્યું. ‘મારી ભૂલ થઈ. હું કોઈ મૂર્છામાં હતો કે સ્વપ્નમાં હતો.' સુબાહુએ ‘શાની મૂર્છાિ ? શાનું સ્વપ્ન ?’ હસીને ઉલૂપી બોલી. ‘હુ તારું હરણ કરવાના નિશ્ચય ઉપર આવતો હતો. મેં કદી કોઈ સ્ત્રીનું હરણ સ્વપ્ન પણ કર્યું નથી. . ‘સ્વપ્નમાં ન કર્યું હોય તે જાગૃતિમાં કર.’ ‘નહિ ઉલૂપી ! હું નિશ્ચયથી ચલ થતો હતો.’ ‘શાનો નિશ્ચય ?’ ‘મહાસાગરને પરદેશીઓથી મુક્ત કરવાનો.' ‘કોઈ સ્ત્રીનું હરણ કરીશ તો એ કાર્ય સહેલું બનશે.’