પૃષ્ઠ:ક્ષિતિજ-રમણલાલ વ દેસાઈ Book.pdf/૧૪૫

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
ખૂલેલાં હ્રદય : ૧૨૯
 


નહિ, નાગપ્રજા સાથે મારે મૈત્રી જોઇએ. ‘અને મારી મૈત્રી ?’ ‘તારી મૈત્રી વગર નાગપ્રજા મિત્ર કેમ થઈ શકે ?' ‘તું મારી મૈત્રીથી જ રાજી છે ?' તારે શો જવાબ જોઈએ ?’ ‘જવાબો શીખવવા પડે એવા પુરુષ જોડે મારે વાત કરવી નથી.’ ‘ઉલૂપી ! શા માટે ઉતાવળ...’ ‘હું તારો તિરસ્કાર કરું તે પહેલાં તું અહીંથી ચાલ્યો જા.’ ‘ઉલૂપી ! નાગપ્રજા અતિથિનો આવો સત્કાર કરે છે ?' સુબાહુએ હસતાં હસતાં પૂછ્યું. ‘નાગકન્યા આપે છે ત્યારે સર્વસ્વ આપે છે. અતિથિને ધક્કા મારી ફેંકી દેવાનું આતિથ્ય આર્ય પુરુષને સોંપ્યું છે.' ‘હું એક વચન આપું ?’ ‘મારે વચન નથી જોઈતું.’ ‘આપણે હજી વધારે પાસે આવી શકીશું.' ‘તું ઝડપથી ચાલ્યો જા. નહિ તો હું તારું ખૂન કરી બેસીશ.’ ‘ખૂન કરવાને તો તેં વિષ આપ્યું હતું.’ ‘એ વિષ તને ન લાગ્યું.’ લાગ્યું છે, ઉલૂપી ! મારી પ્રિયતમા...' સુબાહુએ ઉલૂપીનો હાથ પકડવા પોતાનો હસ્ત લંબાવ્યો. ચૂપ ! આઘો રહે. મને અડીશ નહિ.' ઉલૂપીના દેહમાંથી ભયંકર નાગશસ્ત્ર ઊપસી આવ્યું. સુબાહુએ હાથ પાછો ખેંચ્યો, અને એક ડગલું પાછળ ભર્યું. નાગરાણીની ઉગ્રતા સુબાહુથી અજાણી ન હતી. યુદ્ધમાં ઉલૂપીનાં શસ્ત્ર વીજળીનું કાતિલપણું ધારણ કરતાં સુબાહુએ અનુભવ્યાં હતાં. ‘આ શયનાગાર છે, યુદ્ધભૂમિ નથી.' હસીને સુબાહુ બોલ્યો. ‘હસીશ નહિ, જાણે મોટો દેવ હોય તેમ ! તને શયનાગારનો ઉપયોગ જ ક્યાં આવડે છે ?’ ‘એ માટે મેં એક દિવસ નિર્માણ કર્યો છે.’ ‘સુબાહુ ! હવે જા, તને નાગપ્રજાની મૈત્રી મળી ચૂકી. તારું કામ પૂર્ણ થયું.' શસ્ત્ર દેહમાં ઉતારી દઈ ગંભીર બની ઉલૂપી બોલી. તેની આંખ