પૃષ્ઠ:ક્ષિતિજ-રમણલાલ વ દેસાઈ Book.pdf/૧૪૬

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૩૦ : ક્ષિતિજ
 


કપરી બનતી હતી. ‘મારું કામ પૂર્ણ થયું નથી.' ‘હવે બસ કર. સ્ત્રીહૃદયની નિર્બળ ક્ષણમાં રાજી થવા તું આવ્યો છે, ખરું ને ? તે તે જોઈ લીધી. હવે જા.' ‘ઉલૂપી ! તેં અને મેં કદી ન જોયેલી એવી સુબાહુની નિર્બળ ક્ષણ પણ આપણે ન જોઈ ?' ગંભીર બની સુબાહુ બોલ્યો. ‘એટલે હવે જઈને કોઈ ગુફામાં બેસ અને તપ કરી નિર્બળતાને બાળી નાખ.' હતું ?' મારે ફરી એક વખત એવી નિર્બળ ક્ષણ જોઈએ છે. તેં મને શું પાયું ‘એ પીધાથી તું મરી જવાનો નથી. સમજ્યો ?' ‘મરતાં પહેલાં તો આપણે મળીશું જ.' ‘હું મિલન શોધવાની જ નથી.' કહી ઉલૂપી દૂર આવેલા એક પલંગ ઉ૫૨ જઈ સૂતી. નથી.’ સુબાહુ થોડી ક્ષણ ઊભો રહ્યો. પછી પલંગ પાસે જઈ તેણે પૂછ્યું : ‘મારે ક્યાં સૂવાનું છે ?' ‘એક વખત કહ્યું કે તું અહીંથી ચાલ્યો જા હું ફરી ફરી આજ્ઞા આપતી ‘અત્યારે ક્યાં જાઉં ?' ‘નાગપ્રદેશની બહાર, રસ્તો ખુલ્લો છે.' ‘ઠીક.’ સહજ વિચાર કરી સુબાહુ બોલ્યો, અને બારણું ઉઘાડી શયનાગારની બહાર નીકળ્યો. અંદરથી ઉલૂપીનું એક ડૂસકું સંભળાયું. સુબાહુ આગળ વધ્યો. તેને કોઈએ રોક્યો નહિ. ઊલટું એક સૈનિકે તેને માર્ગ બતાવ્યો. ‘ઉલૂપીને આજ માર્ગે લઈ જવાત.' સુબાહુના મનમાં વિચાર આવ્યો, ઉલૂપીએ સુબાહુ સાથે ચાલ્યા જવાની યોજના ઘડી રાખી હતી એમ સુબાહુ જોઈ શક્યો. ઉલૂપીને ન લઈ જવામાં તેણે ભૂલ તો નહોતી કરી ? સ્ત્રીના અસ્વીકારમાં તેને અનાર્યતા લાગી.