પૃષ્ઠ:ક્ષિતિજ-રમણલાલ વ દેસાઈ Book.pdf/૧૪૭

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

૧૬

 

વિષકન્યા
 


તૂટેલા સંગીતથી આખું ચિત્ર - આખું માનવજગત બહાર નીકળેલા સુબાહુના હૃદયે એ જ સંગીતની સ્મૃતિ જાગૃત કરી. એક તૂટી ગયું. ક્ષણ માટે તે ઉલૂપીનું હરણ કરતો અટકી ગયો. એ સંગીતશ્રેણી તૂટક થઈ ન હોત તો ? અત્યારે ઉલૂપીને હૈયા સરસી રાખી સુબાહુ દોડતો હોત. રાગીને વિરાગી, વિરાગીને રાગી બનાવવાની શક્તિ ધરાવતા સંગીતે એક ક્ષણની ભૂલ માટે સુબાહુને ઉલૂપીનું હરણ કરતાં અટકાવ્યો. ઉલૂપીની સાથે તે એક રાત્રિ કોઈ વનમાં પર્ણની પથારીમાં સૂતો હોત અને પરમ આનંદની મૂર્છાનો તેણે અનુભવ લીધો હોત. ઉલૂપી સરખી નાગપ્રદેશની રાશીને તે આર્યા બનાવી શક્યો હોત અને તેના યુદ્ધજ્ઞાનનો લાભ મેળવી શક્યો હોત. જ પરંતુ આખી નાગપ્રજા તેની વિરોધી બની જાત ત્યારે ? સુબાહુ યુદ્ધ કરતો, પરંતુ તેને યુદ્ધ પ્રિય ન હતું. નૌકાસૈન્યને મોખરે તે રહેતો ત્યારે જ તે શસ્ત્રસજ્જ બનતો, અને શસ્ત્રોનો ઓછામાં ઓછો ઉપયોગ કરતો. અન્ય પ્રસંગે તો તે શસ્ત્રરહિત જ રહેતો; અને જોકે તેના જીવનમાં અનેક અકસ્માતો તેણે જોયા હતા - અનુભવ્યા હતા છતાં શસ્ત્રની સહાય વગર એ પ્રસંગો નિવારવાનો જ તેણે શોખ કેળવ્યો હતો. તેના સૈનિકોની તો ખાતરી જ થઈ ગઈ હતી કે સુબાહુને શસ્ત્ર વાગે જ નહિ - સુબાહુને શસ્ત્ર જોઈએ જ નહિ. સુકેતુનો શસ્ત્રશોખ સુબાહુના મુખ ઉપર સ્મિત ઉપજાવતો. અને ઘણી વખત બન્ને ભાઈઓ વચ્ચે શસ્ત્રસજ્જપણાની અને શસ્ત્રરહિતપણાની શ્રેષ્ઠતા વિષે શર્તો મંડાતી. શસ્ત્ર સુકેતુ કરતાં નિઃશસ્ત્ર સુબાહુ ઓછો વિજયી નહોતો બનતો. સુકેતુ તો હાસ્યમાં કહેતો કે સુબાહુએ કોઈ મંત્રસિદ્ધિ મેળવી હતી. સુબાહુ તેની ના પાડતો નહિ અને સૈનિકોમાં તેમ જ આસપાસનાં રાજ્યોમાં એવી જ માન્યતા થઈ ગઈ કે સુબાહુ વગર શસ્ત્ર મંત્રબળથી વિજય મેળવતો. ઉલૂપીને મેળવતાં આખાં પશ્ચિમ વન દ્રોહી બની જાય ત્યારે ? શસ્ત્ર વડે અનેક માનવીઓને રહેંસ્યા વગ૨ વિજય મળે પણ નહિ. થોડાં વર્ષમાં સમુદ્રસત્તા સ્થિર બને એમ હતું. એ થોડાં વર્ષોનો ઉલૂપીનો વિયોગ સહન