પૃષ્ઠ:ક્ષિતિજ-રમણલાલ વ દેસાઈ Book.pdf/૧૪૯

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
વિષકન્યા ૧૩૩
 

થકવી નાખે છે. એક ચોખ્ખી વિશાળ પથ્થરરાશિની સપાટી ઉપર તે સૂતો. માથા નીચે હાથ રાખી સૂતેલા સુબાહુને પ્રભાતના શીતળ પવને નિદ્રા પ્રેરી. સુંદર ગીત ગાતાં કોઈ પંખીને સાંભળતો તે નિદ્રામાં ઊતરી ગયો. ઉલૂપી એક હોડીમાં સુબાહુની પાછળ પડી હતી એમ તેને સ્વપ્ન આવ્યું. સુબાહુની હોડી પકડાતાં ઉલૂપી સુબાહુની પાસે આવી અને સ્મિતસહ બોલી : ‘તું નાસી ગયો પણ મેં તને કેવો પકડી પાડ્યો ?' સુબાહુથી કાંઈ બોલી શકાયું નહિ. તેની મૂંઝવણ જોઈ ઉલૂપી ખડ- ખડાટ હસી અને સુબાહુ જાગી ઊઠ્યો. વિષકન્ધા: 133 ઉલૂપી તો પાસે ન હતી, પરંતુ જાગ્રત થતાં બરોબર તેણે કોઈનું હાસ્ય તો જરૂર સાંભળ્યું. કોણ હસતું હતું ? સ્ત્રીનું જ એ હાસ્ય ! તેણે આસપાસ જોયું. એક પુરુષ અને એક સ્ત્રી હસતાં રમતાં વૃક્ષોની ઓથે અદૃશ્ય થતાં તેણે જોયાં. નાગપ્રદેશના સીમાડા બિહામણા, ઉજ્જડ છતાં રક્ષિત રહેતા હતા. કોઈ પુરુષ અને સ્ત્રી રક્ષક ભેગાં થઈ ગયાં હશે શું ? સૂર્ય માથા ઉપર આવ્યો હતો. વૃક્ષોની ઘટામાંથી ચળાતું તેનું તેજ ધોળાં રાતાં પ્રકાશ ટપકાંથી પથ્થરની છાંટને ભરી દેતું હતું. સુબાહુ ઊભો થયો, અને નાગની પિરભાષામાં તેણે બૂમ પાડી. જવાબમાં માત્ર કોઈ સ્ત્રીનું હાસ્ય જ તેણે સાંભળ્યું. નાગપ્રદેશમાં આવી બૂમ પાડ્યા છતાં વન કોઈ મનુષ્યને ન મોકલે એવું કદી બનતું નહિ. થોડી ક્ષણ રાહ જોઈ સુબાહુ મુખ્ય માર્ગ મૂકી અદૃશ્ય થયેલાં સ્ત્રી-પુરુષને માર્ગે વળ્યો. એ માર્ગ માત્ર પગથાર સરખો હતો ! મૃત પુરુષ ? શાથી ? કોણ ? સુબાહુ નીચે વળ્યો, મનુષ્યને જોયો. તે સુંદર યુવક હતો. એનું મૃત્યુ શાથી? તેની સાથે હતી તે સ્ત્રી ક્યાં ? તે પુરુષને મૂકી ઝડપથી આગળ વધ્યો. તૂટેલાં સૂકાં પર્ણ અને સહજ ઘસારાની રેષા એ માર્ગના અસ્તિત્વને બતાવતાં હતા. પરંતુ જેમ જેમ તે આગળ જતો ગયો તેમ તેમ એ માર્ગ વધારે સ્પષ્ટ અને વધારે વિશાળ થતો ગયો. વસતીનાં આછાં ચિહ્નો પણ તેને દેખાવા લાગ્યાં. અને થોડી વારમાં એક નાનકડા ડુંગર ઉપર એક મકાન પણ તેના જોવામાં આવ્યું. નાગપ્રદેશમાં તે ઘૂમી વળ્યો હતો, પરંતુ આ સ્થળ તેના ધ્યાનમાં રહ્યું ન હતું. એ સ્થળ ઓળખી લેવા તેણે નિશ્ચય કર્યો, અને ડુંગર ઉપર ચઢવા માંડ્યું. તેણે મનમાં વિચાર્યું : આ સુવર્ણગઢ કહે છે તે તો નહિ હોય ? - ભયાનક માન્તિકથી રક્ષિત ! ઃ ડુંગરને માર્ગે માર્ગે કોટ ચણેલો હતો. નાગપ્રજા આવા કિલ્લાઓ પોતાની સરહદો બાંધતી હતી, અને ઉલૂપીએ તો આખી નાગસરહદને બ્રિ. ૯