પૃષ્ઠ:ક્ષિતિજ-રમણલાલ વ દેસાઈ Book.pdf/૧૫૦

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૩૪ : ક્ષિતિજ
 


આવા કિલ્લાઓ વડે મજબૂત બનાવી હતી એ સુબાહુ જાણતો હતો. ગર પર ચઢીને તે દરવાજે પહોંચ્યો ત્યારે કિલ્લાના દરવાજા અંદરથી બંધ હતા એની તેને ખબર પડી. તેણે દરવાજા ઠોક્યા, એકબે બૂમ પાડી; પરંતુ કોઇ સ્ત્રીના હાસ્ય સિવાય તેને કશો જ જવાબ મળ્યો નહિ. આ સ્ત્રીનું હાસ્ય શું ? જ્યાં જ્યાં પ્રશ્ન ત્યાં ત્યાં સ્ત્રીના હાસ્યમાં જ ઉત્તર ! જગત સમગ્રમાં પુરુષના સર્વ પ્રશ્નો સ્ત્રીના હાસ્યમાં ઉત્તર પામતા હશે શું ? મહામાયા ? જાદુગરીણી ? વશીકરણી ? અપ્સરા ? કે યક્ષણિ શા માટે તે સુબાહુને જ આવો જવાબ આપતી હતી ? કે હજી સુબાહુ સ્વપ્નમાં જ હતો ? સુબાહુએ ખાતરી કરી કે તે સ્વપ્નમાં ન હતો. તેના દેહને ચીમટી ખગ્યે દુઃખ થતું હતું. તપી ગયેલા પથ્થર ઉપર પગ મૂકતાં તેનાં તળિયાં દાઝતાં હતાં. તે જાગતો હતો. પરંતુ સ્વપ્ન સરખા સ્થળે તે આવી પહોંચ્યો હતો. દરવાજા ઊઘડ્યા નહિ એટલે તેણે આસપાસ ફરવા માંડ્યું. અંદર જવાનો એકે માર્ગે ન હતો. એક પાસ કોટ અને બીજી પાસ ઊંડી ખીણ ખીણ ઉપરથી લપસતા ટેકરાઓ પણ કિલ્લેબંધીથી રક્ષિત હતા. ઘુમકાર સુબાહુએ બે હથેલીઓ ભેગી કરી શંખનાદ સરખો ધ્વનિ ઉપજાવ્યો. એ ધ્વનિ ધીમે શરૂ થયો, પરંતુ થોડી ક્ષણોમાં તેનો આખા વાતાવરણને વીંધી રહ્યો. સિંહગર્જના સરખો ધ્વનિ વનમંડળને જાણે યુદ્ધનું આહ્વાન આપતો ન હોય ! પરંતુ એ આહ્વાનના જવામાં પણ એક સ્ત્રીનું હાસ્ય જ તેણે સાંભળ્યું. એ ખરેખર હાસ્ય હતું ? કે હાસ્યની પાછળ કોઈ કૃત્રિમતા હતી ? અગર એ હાસ્યની પાછળ કોઈ ભયાનક ઘેલછા તો ન હતી ? આવા સુરક્ષિત કિલ્લામાં કોણ એકાન્તવાસી સ્ત્રી સહુને હસી રહી હતી ? સુબાહુને એકેય માર્ગ અંદર જવાનો દેખાયો નહિ. કેટલીક ઊંડી ખોમાં પણ તેણે ઊતરી જોયું. એક ગુફા ઢાંકતી વૃક્ષરજિ પાછળ વાઘનો ચિત્કાર તેણે સાંભળ્યો. બીજી જગાએ વૃક્ષોના રંગમાં ભળી જતું કોઈ ચિત્તાનું ચમકતી આંખોવાળું મુખ તેણે જોયું. ત્રીજી જગાએથી એક ભયાનક રીંછ અડધું ઊભું થઈ ચાલતું દોડતું ખીણમાં અદૃશ્ય થતું તેણે નિહાળ્યું. વનમાં આ હિંસક તત્ત્વોનો તેને ભય ન હતો. પરંતુ થોડી થોડી વારે તીક્ષ્ણ હાસ્યના પડઘા પડતા સાંભળી તે ચમકી ઊઠતો. ખરે, એ કોઈ નિર્મળ સ્વાભાવિક આનંદપ્રેરક હાસ્ય ન હતું. થોડાં જંગલી ફળ ખાતા સુબાહુએ વૃક્ષોની છાલ અને વેલો મેળવી એક લાંબું દોરડું વધ્યું અને કિલ્લાના એક અવાવર અને સહેજ તૂટેલા ભાગ '