પૃષ્ઠ:ક્ષિતિજ-રમણલાલ વ દેસાઈ Book.pdf/૧૫૧

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
વિષકન્યા ૧૩૫
 


તરફ ધ્યાન દોરાયું. કિલ્લાની ભીંતને ઓળંગી એક મહાવૃક્ષ બહાર ઝઝૂમતું હતું. થોર, કાંટા અને વૃક્ષોની ઝાડીથી ભરેલા એક ટેકરા ઉપર થઈ એ ઝાડ ઉ૫૨થી કિલ્લાની અંદર જવાનું સાધન તેને દેખાયું. પરંતુ એ ઝાડીની નજીક જતા બરોબર એક બૉડમાંથી વિકરાળ કેસરી ઘૂઘવી તેની સામે ધસી આવ્યો. ઝીણી તેજસ્વી આંખો મીંચતો ઉઘાડતો વનરાજ ચટાપટાવાળા દેહને ઝાડીમાં જ રાખી રહ્યો. માત્ર તેણે પોતાનું વિશાળ મસ્તક બહાર સુબાહુએ દોરડાની ઝાપટ વાઘના મસ્તક ઉપર મારી. સામાન્યતઃ દોરડાના પ્રહારને ભાગ્યે જ ગણકારે - પરંતુ સુબાહુના હસ્તમાં દોરડું જાણે તીક્ષ્ણ હથિયાર બની ગયું હોય એમ તે વનરાજને લાગ્યું. અણી ન હતી, છતાં અણી સરખો ચમચમાટ ઊપજાવતા એ શસ્ત્રથી વાઘ સહજ પાછો પડ્યો, અને સુબાહુ ટેકરા ઉપર ચઢી ગયો. વાઘ તેની પાછળ ધસે છે કે નહિ તેની તેણે જરા પણ દરકાર કરી નહિ, અને દોરડાનો ગાળો કિલ્લા બહાર ઝઝૂમતા વૃક્ષની એક ડાળીએ દોરડાને ફેંકી ભરાવ્યું. ડાળી ઉપર ગાળો બરાબર આવી જતાં તે દોરડા ઉપર ચઢી ગયો, અને વૃક્ષની ડાળીએ જઈ તેણે દોરડાને ખેંચી લીધું. વાઘ એ વિચિત્ર માનવીને જોયા કરતો હતો તે જોઈ સુબાહુને હસવું આવ્યું. વૃક્ષની ડાળ ઉપરથી તેણે ધીમેધીમે ચારેપાસ નજર નાખી. પર્વતની પરંપરા એકપાસ આવી રહી હતી - બીજી પાસ કિલ્લાની અંદરનાં આછાં દૃશ્યો તેને દેખાયાં. તે વૃક્ષની ઊંચી ડાળે આવ્યો, અને ડાળ ઉપરથી કોટનાં કાંગરા ઉપર ચઢી કિલ્લાની અંદર આવી ગયો. કોટની અંદર એક મહેલ હતો. મહેલની પાસે એક સુંદર સરોવર હતું. એ સુંદર સરોવરમાં એક સુંદર સ્ત્રી તર્યા કરતી હતી. નહિ જેવું એક વસ્ત્ર તેના દેહને ઢાંકતું હતું - કે દેહના ન ઢાંકેલા ભાગને અગ્રત્વ અર્પતું હતું. ભૂત, પ્રેત, ડાકણ, અપ્સરા... સુબાહુ કલ્પી રહ્યો. પરંતુ કલ્પના કરી તેનાથી બેસી રહેવાય એમ હતું જ નહિ. તે ધીમે રહી થોડા બૂરજો વટાવી સરોવ૨ નજીક આવ્યો. સરોવરની રચના મનમોહક હતી. ભર્યાં ભર્યાં હાલતાં પાણીમાં કોઈને પણ પડવાનું મન થાય, છતાં તેને એકલી તરતી સ્ત્રીઓ સાથેનું એકાન્ત મૂંઝવતું હતું. ઉલૂપીને છોડી આવ્યો ત્યારે અહીં એક સ્ત્રી સામે જ હતી. તેનો દેખાવ અને તેની ચર્યા કોઈ પણ પુરુષના પૌરુષને આકર્ષે એવાં હતાં. સુબાહુ મનને એકદમ સ્થિર કરી સરોવરની પાળે આવી ઊભો, અને તરતી સ્ત્રીએ તેને જોઈ રણકારભર્યું હાસ્ય કર્યું. ‘તું કોણ છે ?’ સુબાહુએ પૂછ્યું.