પૃષ્ઠ:ક્ષિતિજ-રમણલાલ વ દેસાઈ Book.pdf/૧૫૩

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
વિષકન્યા ૧૩૭
 


‘તું અહીં એકલી જ છે ?' 'ના. મારી સાથે એક પુરુષ છે.’ ‘કોણ ?’ ‘તું.’ કહી ફરી તેણે હાસ્ય કર્યું. મારા સિવાય બીજું કોઈ ?’ હોય તો તેની ચિંતા ન કરીશ.’ ‘કારણ ?’ જે હશે તે ઇચ્છે છે કે હું અને તું ભેગાં મળીએ. હું માગું છું અને તને અદૃશ્ય મોકલ્યો. હવે અહીંથી ખસાશે નહિ. ‘કેમ ?’ ‘હું તને પરમ સુખ આપીશ... અને એ સુખ ભોગવ્યા પછી હું કે તું મૃત્યુ પામીએ તોય શું ?’ ‘એ સુખભર્યા મૃત્યુ પહેલાં મારે ઘણાં કામ કરી લેવાં છે.’ ‘ઘણાં કામો ! પચીસ પચાસ વર્ષ જીવતાં માનવતણખલાં ! પેલું કમળ ! આજ ઊઘડ્યું છે અને કાલે કરમાઈ જશે ! આ પતંગિયું ! આજ જન્મી આજ ને આજ આખો સંસાર માંડી આવતી કાલ અદૃશ્ય થઈ જશે. એમના કરતાં તું વધારે શું કરવા ધારે છે ? ઘમંડ છોડ અને આજનો દિન આનંદ ભોગવી લે, એટલે કાલે સંતોષથી મરી શકાય.’ એમ કહી ઘેલછા- ભરી આંખે સ્ત્રીએ સુબાહુ ત૨ફ જોયું, અને એકાએક ધસી તેણે સુબાહુને બાથમાં ભીડી લીધો. આશ્ચર્યથી કર્તવ્યશૂન્ય બની ગયેલા સુબાહુએ દૂરથી પોતાના નામનો પોકાર થતો સાંભળ્યો. ‘સુબાહુ ! સુબાહુ !’ એ પણ સ્ત્રીનો જ કંઠ હતો. સુબાહુએ કિલ્લાની પાસે જ આવેલી મહોલાત તરફ જોયું. એ અવાજ ત્યાંથી આવતો લાગ્યો. ‘કાન બંધ કરી દે, સાંભળીશ નહિ.' બાથ મજબૂત રીતે ભીડી પેલી સ્ત્રીએ કહ્યું. ‘સુબાહુ ! ભાગ અહીંથી !' અવાજ ફરી સંભળાયો. ‘આજ ભાગી શકે એમ નથી. કાલ સદાનો ભાગજે.' સ્ત્રીએ કહ્યું. છૂટો થા, નાસી જા, ડૂબી જા.' અવાજ ચાલુ રહ્યો. ‘કોઈ મારા સરખી પુરુષભૂખી સ્ત્રીની અદેખાઈભરી બૂમ છે.’ સ્ત્રીએ કહ્યું. ‘એ વિષકન્યા છે... મોત છે... અગ્નિ છે...' અવાજ ચાલુ રહ્યો. અને સુબાહુ એકદમ ચમક્યો ! વિષકન્યા ? તેણે બળ કરી એ સ્ત્રીને