પૃષ્ઠ:ક્ષિતિજ-રમણલાલ વ દેસાઈ Book.pdf/૧૫૪

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૩૮ : ક્ષિતિજ
 

૧૩૮ : શિતિજ પોતાનાથી અળગી કરી. છતાં તે ત્યાંથી ખસ્યો નહિ. તેને વિષકા ઉર અત્યંત દયા આવી. તેણે વિષકન્યાઓ સંબંધમાં ઘણી ઘણી વાતો સાંભળી પ્રકારની વિચિત્રતાઓ ભાળવા છતાં તેણે વિષકન્યાને નજરોનજર જોઈ ન હતી. વિષકન્યા જોવા માટે તેણે પ્રયત્નો પણ કર્યા હતા. પરંતુ અનેક હતી. પોતાના માટે વિષપ્રયોગો થયેલા તેણે સાંભળ્યા અને અનુભવ્યા પણ હતા; પરંતુ આ પ્રકાર નવીન હતો. પાણી ઝબકોળ્યો વિષકન્યાનો દેહ ઉષ્ણ હતો; એનો તેને અનુભવ થયો. વિષકન્યાની આંખમાં ઘેલછા, ઉગ્રતા, આવેશ અને અતૃપ્તિનાં મિશ્રણ સુબાહુ જોઈ શક્યો. વિષકન્યાનો ઉપયોગ જવલ્લે જ થતો. કોઈ ભયંકર મુત્સદ્દી, મહાન સેનાનાયક કે અપૂર્વ તપોબળવાળા ધર્મગુરુના વિજયને અટકાવવાનો બીજો કોઈ પણ માર્ગને સૂઝે ત્યારે તેમના દુશ્મનો વિષકન્યા દ્વારા તેમનું મૃત્યુ ઉપજાવવાનો છેલ્લો ઇલાજ કરી જોતા. વિષકન્યામાં સૌન્દર્ય અને કલાની ઉચ્ચ કક્ષા હોવી જોઈએ તે વગર સમર્થ પુરુષનાં આકર્ષણ થઈ શકે નહિ. સુંદર વારાંગના કે અત્યંત વફાદાર રાજભક્તની પુત્રીને કળથી કે બળથી આખા જીવનભર નિરર્થક બનાવી ઝેરનો ભંડાર તેના દેહમાં વૈદ્યકીય રીતે ભરવામાં આવતો શત્રુની કામવાસના ઉશ્કરી તેને સંસર્ગમાં પ્રેરી તેના જીવનનો અણધાર્યો અંત લાવવો એ વિષકન્યાનું કર્તવ્ય હતું. મોટે ભાગે વિષકન્યાનો અંત પણ સાથે જ આવી જતો. કારણ કે તેના સંસર્ગમાં આવનારને ઝેર વ્યાપતાં તે જાતે જ અગર તેના રક્ષકો વિષકન્યાનો શિરચ્છેદ કરતા. આવી એક વિષકન્યા કોને માટે ઘડાઈ હશે ? ‘એ ખોટું બોલે છે ?’ વિષકન્યાને સુબાહુએ પૂછ્યું. ‘ના.’ ‘કોને માટે તું નિર્માણ થઈ છે ?’ ‘તે હું જાણતી નથી.’ ‘ત્યારે તું મારો ભોગ લેવા કેમ ધારે છે ?' ‘દસ દિવસથી હું વિષપાન કરી રહી છું. મારું મન મારા હાથમાં નથી. દેહનો તાપ હલકો કરવા હું પાણીમાં પડી રહું છું. મનનો તાપ હલકો કરવા હું પુરુષ શોધું છું.’ ‘પુરુષ મળે છે ?’ ‘અત્યાર સુધી તો મળ્યા છે.’ ‘તેમનું શું થાય છે ?’ વિષકન્યા ફરી પાછું ભયંકર હાસ્ય કરી રહી. હસતે હસતે તે બોલીઃ