પૃષ્ઠ:ક્ષિતિજ-રમણલાલ વ દેસાઈ Book.pdf/૧૫૫

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
વિષકન્યા ૧૩૯
 

તેમનું શું થાય છે તે જોવા હું ઊભી નથી રહેતી.’ ‘તું કયા દેશમાંથી આવે છે ?' ‘ઓળખી શકતો નથી ?’ ‘ના.’ ‘તું સુબાહુ ને ?’ ‘હા.’ ‘સુકેતનો ભાઈ ?’ ‘ા.’ જલચોરનો પ્રમુખ ને ?’ ‘હું જલચો૨ નથી - જલરક્ષક છું.’ સુકેતુ હોત તો મને ઓળખી શકત.' ‘કારણ ?’ વિષા : ૧૩૮ તે સ્ત્રીઓના દેહ ઉપરથી તેમના દેશ પારખી શકે છે.’ ‘તું એને ઓળખે છે ?’ હા. હું તને અને સુકેતુને બંનેને ઓળખું છું.’ ‘હું કદી તને મળ્યો નથી.’ – ‘અવન્તિમાં હું મારું સંગીત સાંભળી ગયો છે - તમે બંને ભાઈઓ.’ ‘માલવ દેશની છો ?’ ‘ા. માલવપતિ પણ અહીં જ છે.' સુબાહુ ચમક્યો. માળવા ઉપર સુકેતુ ધસી જવાની તૈયારીમાં હતો તે વખતે માલવપતિ આ વનમાં શું કર્યા કરતો હશે ? ‘એ અહીં શું કરે છે ?’ ‘થોડી વિષકન્યાઓ તૈયાર કરે છે.’ ‘અરે ! માનવજીવનને એ શા માટે પીંખે છે ?’ ‘તું પૂછી જો મારું જીવન તો પીંખાઈ ગયું.' ‘આતશ શર્યે તું યોગિની બની શકીશ.' સુબાહુ બોલ્યો. દસબાર દિવસના પ્રયોગની વિકળતા પછી વિષકન્યાના દેહમાં ઝેર સ્થિર થાય છે અને પછી તેનાં કાર્યોમાં અને તેના મનમાં સ્થિરતા આવે છે એમ સુબાહુએ સાંભળ્યું હતું. ‘યોગિની ન બનવું હોય તોય... જેનો પ્રાણ હરવો હોય તેને જ પ્રેમી બનાવવાનો ! ઓ.... ઓ... હું બળું છું.' વિષકન્યા સુબાહુ તરફ ધસી.