પૃષ્ઠ:ક્ષિતિજ-રમણલાલ વ દેસાઈ Book.pdf/૧૫૬

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૪૦ : ક્ષિતિજ
 

૧૪૦: શિતિજ 'સુબાહુ ! - સુબા... હુ.’ દૂરથી ગૂંગળાતો અવાજ આવ્યો અને શમી ગયો. મહેલમાં કોઈ સ્ત્રીના ઉચ્ચારણને દાબી દેવામાં આવતું હતું. એ સુબાહુ સમજી શક્યો. તેણે વિષકન્યાને તરછોડી અને ધક્કો મા પાણીમાં ફેંકી તે બહાર નીકળે તે પહેલાં સરોવરનાં પગથિયાં ચઢી તે મહેલ તરફ દોડ્યો. મહેલમાંથી આવતો અવાજ તેને પરિચિત લાગ્યો. પરંતુ તે કોનો હતો એની ચોકસાઈ તે કરી શક્યો નહિ. તેના પ્રત્યે સદ્ભાવ ધરાવતી ઉલૂપીનો એ કંઠ ન હતો. ત્યારે એને કોણે ચેતવ્યો ?