પૃષ્ઠ:ક્ષિતિજ-રમણલાલ વ દેસાઈ Book.pdf/૧૫૮

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૪૨ : ક્ષિતિજ
 


બારણું ઊઘડતાં બરોબર એ મનુષ્ય પાછું બંધ કર્યું અને દીવાલ હતી તેવી અને તેવી બની ગઈ. છતાં એ મનુષ્યની સાથે કોઈ મૂર્છા લાવતી વાસ પણ બારણા બહાર નીકળી આવી. કહ્યું. ‘આજ તો હું બચી જ ગયો.' પેલા મનુષ્ય સુબાહુ સામે જોઈને એ મનુષ્ય જટાધારી - સ્મશ્રુધારી સાધુ સરખો દેખાતો હતો. સુબાહુએ તે જવાબ ન આપ્યો, છતાં સુબાહુએ પોતાના રક્ષણ માટેની માનસિક તૈયારી તો કરી જ દીધી. ‘અને તું પણ આજ બચી ગયો.' સાધુએ જવાબ ન મળ્યો છતાં કહ્યું. ‘હું મારો પ્રાણ હથેલીમાં લઈને ફરું છું. બચવા ન બચવાનો ભય મને કદી લાગતો નથી.' સુબાહુએ કહ્યું. સાધુ હસ્યો. તેના હાસ્યમાં શયતાનિયત દેખાયા કરતી હતી. તેણે આંખ મિચકારી ક્રૂરતાભરી મુખવિકૃતિ કરી હાસ્ય કર્યું. ‘વિષકન્યાથી જે બચે તેને સીધા વિષથી હું મારું છું.’ સાધુ હસતાં હસતાં બોલ્યો. ‘પણ હવે તમને લાગ્યું હશે કે હું વિષ કે વિષકન્યા કોઈથી મરું એમ નથી.' ‘મારી ભઠ્ઠી બગડી ગઈ. એક ક્ષણ વાર લાગી હોત તો મારું આયુષ્ય આજ પૂરું થાત.' સાધુ જાણે પોતાની જાત સાથે વાત કરતો હોય તેવી ઢબે બોલ્યો. ‘તેમ થયું હોત તો વધારે સારું થાત. કેટલી વિષકન્યાઓના નિસાસા અને શાપ તમને લાગ્યા હશે !' ‘વિષકન્યા પુરુષ ભોગવે છે ત્યારે તે સ્વર્ગ અનુભવે છે.’ ‘અને પુરુષ ?” ‘પુરુષ સ્વર્ગે પહોંચે છે.’ હસીને સાધુએ કહ્યું. ‘કેટલી વિષકન્યાઓ તમે બનાવી ?’ ‘યાદી નથી રાખી.’ રાખવી જોઈએ. આવા ઘાતકી કાર્યોનાં સ્મરણ...' ‘હું સઘળાં પૂર્વકર્મને વીસરી જાઉં છું.’ ‘પણ કર્મ તમને વીસરશે નહિ.' ‘આપણે તો કર્મના માત્ર વાહક છીએ. કર્મના સ્મરણ ભુલાયાં એટ નિર્વાણ, નહિ તો જન્મમરણની ઘટમાળ ચાલુ.’ ‘બૌદ્ધ છો ?’