પૃષ્ઠ:ક્ષિતિજ-રમણલાલ વ દેસાઈ Book.pdf/૧૫૯

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
સુબાહુંનું નિરાધારપણું ૧૪૩
 

'તું સમજી ગયો, પણ બોલીશ નહિ. ‘કેમ ?’ ‘બૌદ્ધ સત્ય હમણાં ઓસરી ગયું છે. આર્યો અબૌદ્ધ બનતા ગયા છે. અને એનું આ પરિણામ ‘શું પરિણામ ?’ ‘આંખો મીંચીને ફરે છે ?' ‘આંખો ઉઘાડી રાખું છું.' ‘આર્યો અને નાગપ્રજા લડે છે; વેદમાર્ગી અને ભાગવતમાર્ગી લડે છે; જૈનોનું જૂથ થવા લાગ્યું છે; ઈશપુત્રના સાધુઓએ ફેલાવા માંડ્યું છે. અને કહે છે કે તારી આંખ ઉઘાડી છે. તું કોણ છે ?’ ૧ તું ‘મારું નામ સુબાહુ.’ ‘સુબાહુ ? તું જ ? મારે તને મળવું જ હતું. અકસ્માત તું અહીં આવી ચઢ્યો, અને ન બચાય એવી સ્થિતિમાંથી તું બચી ગયો. તને જીવતો રાખવો એ જ અદૃશ્યનો સંકેત લાગે છે.’ ‘મારી શી જરૂર પડી ?’ ‘તારી કીર્તિ મેં સાંભળી છે. હું તને કીર્તિની ટોચે ચડાવી શકું એમ છું.’ ‘કીર્તિ ગમતી હોય છતાં તેની ખાસ ભૂખ મને નથી. આપ સહાય આપશો તો હું સ્વીકારીશ.’ ‘એક શર્તે.’ ‘કઈ શર્તે ?’ ‘તું બૌદ્ધમાર્ગ સ્વીકારી લે.’ ‘હું બૌદ્ધ ભગવાનને નમું છું.’ ‘માત્ર નમન ન ચાલે. એ તમારા વૈદિકો અને ભાગવતોની યુક્તિ હું સમજું છું. ખુલ્લો બૌદ્ધ તું બને તો હું તને આર્યાવર્તની આસપાસની સઘળી પ્રજાઓનો નાયક બનાવું.' ‘નાયક બનીને શું કરું ?’ આર્યવર્ત જીતી લે, અને પછી જગત જીતી લે.’ ‘જગતની જીતથી મને શું મળશે ?’ ‘તું આખા જગતમાં બૌદ્ધધર્મ ફેલાવી શકીશ. પ્રિયદર્શી કરતાંય તું ૧. ઈશપુત્ર - ઈસુ