પૃષ્ઠ:ક્ષિતિજ-રમણલાલ વ દેસાઈ Book.pdf/૧૬૦

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૪૪ : ક્ષિતિજ
 


મહાન બનીશ.’ ‘પણ ભગવાન બુદ્ધ તો અહિંસક હતા !' હિંસામાંથી અહિંસામાં જવાશે.' બનાવતો નથી.' જગતને અહિંસક બનાવવા જ હું તને આ માર્ગ બતાવું છું. અસત્યમાંથી સત્યમાં, તિમિરમાંથી તેજમાં, મૃત્યુમાંથી અમરત્વમાં, એમ “વિષકન્યા બનાવતા માત્રિકો અને તાત્રિકોને હું મારા ગુરુ ઠીક, હું મારી બીજી ભઠ્ઠી ઉઘાડું. એક વિષકન્યાથી બચીશ તો તને બીજી વળગશે. બૌદ્ધ બનવું હોય તો જ બચી જઈશ.' ‘એ વિષકન્યાઓ કોને માટે બનાવો છો ?’ ‘રાજરહસ્યો હું કોઈને કહેતો નથી.’ ‘એ રહસ્ય નહિ કહો તો હું તમને જવા જ નહિ દઉં.’ ‘એમ ? મારા મઠમાં મને કૈદી બનાવવો છે ?’ ‘હા. મને બહાર નીકળવાનો માર્ગ બતાવો અને પેલી વિષકન્યાનું ઝેર ઉતારો. નહિ તો...' તાન્ત્રિકે હાથની તાળી વગાડી, અને ખાલી લાગતા દુર્ગના ઓરડામાં શસ્ત્રસજ્જ સ્ત્રી ફૂટી નીકળી. ‘શું જુઓ છો ? પુરુષને વીંધી નાખો.' તાન્ત્રિકે આજ્ઞા આપી. સુબાહુ શસ્ત્રસજ્જ યવનીઓની આવડત જાણતો હતો. તેની પાસે માત્ર એક દોર હતો. એ દોર વડે તે નિઃશસ્ત્ર વાઘને દૂર કરી શક્યો. શસ્ત્રધારી સ્ત્રીઓ તેનાથી દૂર કરી શકાશે ? ટૂંકા ઓરડામાં દોરની બધી રમત રમવી અઘરી હતી. પરંતુ બીજું શસ્ત્ર ન હતું એટલે દોરનો આશ્રય લેવાનો નિશ્ચય કરી તેણે દોરને એક વળ આપ્યો, અને સહુથી આગળ ધસતી એક શસ્ત્રધારી યવનીને દોરના વળમાં બાંધી દીધી. ‘સ્ત્રીસૈનિકોની નાયિકા પકડાતાં અન્ય સ્ત્રીઓ જરા થોભી. ‘મારી પાસે શસ્ત્ર નહિ હોય તોય હું તમને બધીયને બાંધી દઈશ.' સુબાહુએ કહ્યું. ‘કાપી નાખો એ દોર.’ તાન્ત્રિક બોલ્યો. બાંધેલી સ્ત્રીને સુબાહુએ પોતાની પાસે ઘસડી લીધી, અને તેના બદ્ધ દેહ ઉપરથી શસ્ત્ર ઊંચકી લીધું. ‘દોર વાપરીશ ત્યાં સુધી તમે જીવતાં રહેશો. હું શસ્ત્ર હાથમાં લઈ વાપરીશ તો કોઈ જીવશો નહિ.' સુબાહુ બોલ્યો.