પૃષ્ઠ:ક્ષિતિજ-રમણલાલ વ દેસાઈ Book.pdf/૧૬૨

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
સુબાહુંનું નિરાધારપણું ૧૪૬
 


દે છે, અને યવન સેનાનીઓને તારી વ્યૂહરચના બતાવી દે છે. આના કરતાં બીજો કયો ઘા તારે દેશના હૃદય ઉપર કરવાનો રહ્યો છે ?' યુવાનાશ્વ બેદરકારીભર્યું હસ્યો. માલવપતિ સામે આવી રીતે બોલનાર સુબાહુ પ્રત્યે તાન્ત્રિકને ક્રોધ ચડ્યો હતો તે વ્યક્ત કરે તે પહેલાં યુવાનાશ્વના નિમલ્યિ હાસ્યથી સુબાહુનો ક્રોધ વધી ગયો. ‘શું હસે છે ? શરમ નથી આવતી ?’ સુબાહુએ કહ્યું. ‘માલવરાજનું અપમાન કરનાર ઓ નીચ ! સમાલ.' તાન્તિકે પકડ્યું, પરંતુ જરાય પરિશ્રમ વગર સુબાહુએ તેને આઘો સુબાહુનું ગળું કૂદી ખસેડી દીધો. ‘સુબાહુનો સ્પર્શ કોઈએ કરવો નહિ. એને હું મિત્ર બનાવવા માગું છું એ હું ફરીથી કહું છું.' યુવાનાશ્વ બોલ્યો. ‘મારો મિત્ર બનવું હોય તો આ રક્ષિકાઓને વહેલી તકે દૂર કર.' “જાઓ, આ ઓરડામાં પ્રવેશ ન કરશો.' યુવનાશ્વે સ્ત્રીસૈનિકોને આજ્ઞા કરી. માલવપતિની આશામાં સુબાહુને અવનવું અછકલાપણું લાગ્યું. સ્ત્રીઓ નમન કરી બહાર નીકળી ગઈ એ ખરું, પરંતુ સુબાહુને યુવનાશ્વના વર્તનમાં અવિશ્વાસ આવ્યો. ‘એકલી યવનરક્ષિકાઓ જ નહિ, પણ ઘણાં ઘણાં સ્ત્રીપુરુષો તારે દૂ૨ ક૨વાં પડશે, જો તારે મારી મૈત્રીની જરૂર હોય તો.' સુબાહુએ જણાવ્યું ‘તું કહેતો જા તું કહીશ તેને હું દૂર કરીશ.’ ‘દૃષ્ટાંત તરીકે આ તાન્ત્રિકને દૂર કરવો જોઈએ.’ ‘સિદ્ધ ! આપ પણ ચાલ્યા જાઓ.’ યુવનાશ્ચે તાન્ત્રિકને કહ્યું. ‘મારો મઠ મૂકીને ? અત્યારે ?' સિદ્ધ તાન્ત્રિકે પૂછ્યું. ‘સુબાહુ કહે તેમ કરો.’ ‘સુબાહુ માલવપતિ બની ગયો શું ?’ સિદ્ધે પૂછ્યું. ‘એ તમારે પૂછવાની જરૂર નથી. જાઓ.’ યુવનાશ્વે કહ્યું અને સિદ્ધ બહાર નીકળ્યો. યુવનાશ્વ અને સુબાહુ બંને એકલા જ એ ઓરડામાં સામસામે ઊભા રહ્યા. યુવનાશ્વની ખંધી અને વિષયી આંખ સુબાહુના હૃદયને વાંચતી હતી. સુબાહુની સ્થિર સ્થિતપ્રજ્ઞ સરખી દૃષ્ટિ યુવનાશ્વના ચરિત્રને પિછાનવા મથતી હતી. આપ્યો. ‘આ મઠ છે, યુવનાશ્વ ?’ સુબાહુએ પૂછ્યું. ‘હા. છે તો કિલ્લો, પણ મેં સિદ્ધને એનું દાન કર્યું છે.’ યુવનાશ્વે જવાબ