પૃષ્ઠ:ક્ષિતિજ-રમણલાલ વ દેસાઈ Book.pdf/૧૬૩

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
સુબાહુંનું નિરાધારપણું :૧૪૭
 


‘કેમ ?' ‘કેમ શું ? દાનમાં કારણ ક્યાં હોય ? હા. એક કારણ ખરું; સિદ્ધ રસવેત્તા છે - પ્રયોગશીલ તાત્વિક છે. પારદમાંથી સુવર્ણ અને વિશ્વમાંથી અમૃત બનાવવા મથે છે.' ‘એ મથન સફળ થયું ?' કૈંક અંશે.' ‘હું. પણ, નાગભૂમિમાં તારો અધિકાર ક્યાંથી ?’ ‘સરહદની થોડી અદલાબદલી કરી છે. ઉત્તુંગે મને આ પાડ આપ્યો. મેં એના નાગજનોને મારી સપાટ ભૂમિ નર્મદા ઉ૫૨ આપી.’ ‘નાગ જનપદ આ વાત જાણે છે ?' ‘ઉલૂપીની મહોરછાપ એ અદલાબદલા ઉપર વાગી છે.' ‘મને ખબર ન હતી.’ ‘તને શાની ખબર પડે ? તારે માલવ દેશની મૈત્રી ક્યાં જોઈએ છે ?' મૈત્રી મેં પહેલી માગી છે. તેનો અસ્વીકાર તેં કર્યો. તું ક્ષત્રિય ! હું બ્રાહ્મણ... અરે કહે ને કે અર્ધ બ્રાહ્મણ અને અર્ધ નાગ...’ તેં અને તારા ભાઈએ મને જેટલો સંતાપ્યો છે એટલો શુદ્ધ નાગજાતિએ મને કદી સંતાપ્યો નથી.’ અને જ્યાં સુધી માલવ પ્રદેશ પરદેશવાસીઓ માટે ખુલ્લો રહેશે ત્યાં સુધી એ સંતાપ ચાલુ રહેશે. ઉત્તર તરફથી રોમનોને તેં આમંત્રણ આપ્યું છે.' ‘એવી દંતકથાઓને તું કેમ ખરી માને છે ?’ દંતકથા ? મેં પત્રો પકડ્યા છે. એ પત્રોને આધારે તો ક્ષમાના વહાણ મેં રોક્યાં.’ ‘તારે મને મળવું જોઈતું હતું. મારી રાજનીતિનો ઉદ્દેશ સમજવો જોઈતો હતો. હું ગમે તેટલો શોખીન હોઈશ, પણ તને એટલું ન સમજાયું કે આર્યાવર્તને પરતંત્ર બનાવવાનો માર્ગ કદી ન લઉં ?' યવનો અને રોમનો સાથેની તારી મૈત્રી જોતાં એ વાતની ખાતરી મને થતી નથી.’ ‘તું અકસ્માત મળી ગયો. હવે તું મારી સાથે માળવામાં ચાલ. જેવી મૈત્રી તેં નાગપ્રજાની મેળવી તેવી જ મૈત્રી હું તને આપીશ.’ ‘તારો વિશ્વાસ કદી રાખી શકાતો નથી. તું અનેક વાર વચનભંગ થયો છે.'