પૃષ્ઠ:ક્ષિતિજ-રમણલાલ વ દેસાઈ Book.pdf/૧૭૦

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૫૪ : ક્ષિતિજ
 

૧૫૪: શિતિજ બેઠો થઈ ગયો. તેના દેહમાં અપૂર્વ સ્ફૂર્તિ આવી. ઓરડાને લા નાખવાની તેની વૃત્તિ થઈ. પાસે ઊભેલી સ્ત્રીઓને મસળી નાખવાની લાગણી તેને થઈ આવી. એણે વૃત્તિ ઉપર વિશ્વાસ ન મૂક્યો અને પૂછ્યું ‘કેમ હસો છો ?' ‘તમને હસાવવા.’ ‘મને હસાવવાનું કારણ ?’ ‘તમે હસો નહિ તો આ ઓરડો રણભૂમિ જેવો બની જાય.’ સુબાહુના દેહમાં અતુલ બળ આવ્યું હતું એમ તો તેને પણ લાગતું હતું. ‘મને રણભૂમિ ગમે છે.’ ‘એના કરતાં કોઈ સુંદરી વધારે ગમશે.’ ‘સરખામણીનું કારણ ?’ ‘કારણ કાંઈ જ નહિ. તમારા સરખી નિદ્રા લઈ જાગ્રત થનાર કાં તો યુદ્ધમાં મોકલાય કે કાં તો શયનગારમાં.' ‘હું શયનગારમાં છું ?' ‘નથી સમજાતું ? અમે આપની સેવામાં છીએ. આપ માગશો તે આપીશું.’ ‘તમારા દેહ પણ ?’ ‘એ તો ખાસ કરીને આપીશું. એની જ તમને જરૂર છે.’ ‘મને સ્ત્રીઓના દેહનો ખપ નથી.' સુબાહુએ કહ્યું. એનો દેહ કોઈ ભયંકર પરંતુ તેના દેહને સ્ત્રીઓનો ખપ હતો. અશાન્તિ - ભયંકર ભૂખ અનુભવતો હતો. તેની પાસે મૂકેલાં ફળ તેણે ખાધાં. તેની પાસે મૂકેલાં દૂધ અને ઠંડાઈ તે પી ગયો. યુવતીઓ તેની પાસે આવતી, બેસતી, તેને અડતી. તેને બાથમાં ભરવી દેવા તેના હાથ તલપી રહેતા; છતાં તે પોતાના અતુલ સામર્થ્યને - અતુલ વેગને વારી રહ્યો. સંધ્યાકાળ પડતાં દીવા પ્રગટ્યા. સ્ત્રીઓએ સુબાહુના મનને ઉત્તેજિત કરવા અનેક પ્રયત્નો કર્યાં. અંતે સંગીત અને નૃત્ય શરૂ થયું. નૃત્ય કલામય હતું, છતાં તે દેહપ્રદર્શનમાં બીભત્સપણા સુધી પહોંચી જતું હતું. સુબાહુને પોતાને વસ્ત્રોનો શોખ ન હતો. વસ્ત્રરહિતપણાથી તે ચમકી જાય એમ ન હતું. છતાં આ નર્તકીઓનાં આભરણ દેહનાં સૌન્દર્ય કેન્દ્રોને જાણે સ્પષ્ટ કરવા - અને તેમ કરી નૃત્ય નિહાળનારને આકર્ષવા માટે જ યોજાયાં હોય એવા ઉદેશમય હતાં. એ ઉદ્દેશ સફ્ળ થયો હોત. સુબાહુનો દેહ અનેક