પૃષ્ઠ:ક્ષિતિજ-રમણલાલ વ દેસાઈ Book.pdf/૧૭૧

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
સુબાહુની જાગૃતિ :૧૫૫
 

વાર કંપી ઊઠ્યો; પરંતુ તેના હૃદયમાં એક બીજો સુબાહુ જાગીને દ્રષ્ટા બની બેઠો હતો. એ સુબાહુ દેહમય બનેલા સુબાહુને પકડી રાખતો હતો. યુવતીમય બનવા તત્પર થતા સુબાહુને પેલો દ્રષ્ટા નિયંતા સુબાહુ આિ વર્તનું ઐક્ય, આર્ય અને નાગપ્રજાનું સંગઠ્ઠન તથા રોમન પ્રજાના ઝઝૂમતા ભયનું વારંવાર સ્મરણ આપતો હતો, અને એકાદ ક્ષણ, એકાદ રાતના સુખની દલીલ કરતા કામી સુબાહુના દેહને જડ બનાવી દેતો હતો. સુબાહુની જાગૃતિ ૧૫૫ 1 મધ્યરાત્રિ વીતી ગઈ. બંને સુબાહુઓ વચ્ચેનું તુમુલ યુદ્ધ ચાલ્યા જ કરતું હતું. નર્તકીઓ નૃત્ય ગીત કર્યે જતી હતી, અને સ્થિરતા- મૂર્ખાઈભરેલી જડતાથી નિહાળ્યા કરતા સુબાહુને ચળાવવા વધારે અને વધારે પાર્થિવ દૃશ્ય રજૂ કરતી હતી. તેમનાં સુંદરમાં સુંદ૨ - ભારેમાં ભારે અસર ઉપજાવનારાં નૃત્યોની આવી ભારે પરીક્ષા કોઈએ હજી સુધી કરી ન હતી. ઋષિ, મુનિ, યોદ્ધા, મુત્સદ્દી અને જડતાભર્યા ગામડિયાને પણ આ નૃત્યોની ઝપટ જોતજોતામાં લાગી જતી. સુબાહુ મૂઢ હતો ? જડ હતો ? અરસિક હતો ? કે તપસ્વી હતો ? તપસ્વીઓ પણ આટલા સ્થિર ભાગ્યે જ હોય. મુખ્ય નર્તકીની મૂંઝવણ વધતી જતી હતી. ક્વચિત્ સુબાહુની આંખમાં તે વાહ વાહ નીરખતી ત્યારે તેને આશા બંધાતી કે સુબાહુ હમણાં વશ થશે. નૃત્યના બીભત્સ પ્રસ્તારમાં તે તત્કાળ ઊતરતી, અને સુબાહુના નયનોમાં જડ શત્ય આવીને બેસું જતું. અંતે નર્તકીઓ થાકી અને સુબાહુની પાટ ઉપર તેને વીંટળાઈ વળી. ‘અમારામાંથી કોણ રહે ?' મુખ્ય નર્તકીએ પૂછ્યું. ‘ફાવે તે રહે.’ સુબાહુએ કહ્યું. ‘અમને તો બધાંને જ ફાવશે. તમને કોણ વધારે ફાવશે તે કહો.' ‘મને બધાં જ ફાવશે.’ નર્તકીઓ ખડખડાટ હસી પડી. ‘બધાં ફાવશે ? એક સ્ત્રીથી ટેવાયલા લાગતા નથી.’ મુખ્ય નર્તકીએ કહ્યું. ‘કોઈ પણ સ્ત્રીથી ટેવાવાની મને જરૂર નથી.' સુબાહુના છુપાયેલા તત્ત્વે કહ્યું. ‘તો તમને ટેવ ન પડે ત્યાં સુધી અમે ખસીશું નહિ.’ નર્તકીએ જવાબ આપ્યો. ‘હું ક્યાં છું ?’ સુબાહુએ પૂછ્યું. ‘આજની રાત વીત્યે ખબર પડી જશે.'