પૃષ્ઠ:ક્ષિતિજ-રમણલાલ વ દેસાઈ Book.pdf/૧૭૨

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૫૬ : ક્ષિતિજ
 


‘તે પહેલાં નહિ ?' 'ના, આરામમય બની જાઓ એટલે જગતના કયા ભાગમાં તમ છે. તે સમજાશે. સુબાહુને સ્પષ્ટ કલ્પના થઈ. અવન્તિરાજ વગર આટલી લોલુપતાભર્યું વાતાવરણ તેને માટે કોણ ઉપજાવે ? અને તેનું છેલ્લું ભાન તેને અવન્તિનાથ સાથે જોડતું હતું. તેણે સત્ય સમજવા નિશ્ચય કર્યો, ને પૂછ્યું : ‘તમારામાં સહુથી સુંદર કોણ છે ?' ‘તમારી આંખને પૂછો.’ ‘મારી આંખને સૌંદર્યજ્ઞાન નથી.' તો વારાફરતી અમને બધાંયને નિહાળો.' ‘તે તો હું ક્યારનો કરું છું, પણ મને સમજ પડતી નથી.' ‘આ કાચનજંઘા સહુથી વધારે સુંદર છે.’ મુખ્ય નર્તકી તરફ આંગળી બતાવી એક યુવતીએ કહ્યું. સહુએ એને અનુમોદન આપ્યું. ‘ઠીક. કાંચનજંઘા રહે. બીજાં બધા જાઓ.’ કાંચનજંઘા સહજ નીચું જોઈ રહી. બીજી નર્તકીઓ હસતી હસતી ચાલી ગઈ. જતે જતે એમણે એક મુખ્ય દીવાને બુઝાવી નાખ્યો. આછો પ્રકાશ આખા ઓરડાને સ્વપ્નમય બનાવી દેતો હતો. કાંચનજંઘ સુબાહુની પાસે જ બેઠી હતી. થોડી ક્ષણો પૂર્વે હસતી બીભત્સપણાને કિનારે ઊભેલી કાંચનજંઘા એકલી પડતાં સંકોચ પામી રહી. તેનાથી આંખ ઊંચકાતી ન હતી. ‘કાંચનજંઘા ! મને ઓળખે છે ?’ સુબાહુએ પૂછ્યું. ‘ા.’ ‘હું કોણ છું ?’ ‘સુબાહુ.’ ‘મને વશ કરવા માટે તમને બધાંને મોકલ્યાં હતાં ?’ ‘હ્ય.’ ‘કોણે ?’ ‘તેં કલ્પી લીધું હશે.’ ‘અવંતિકા નગરીમાં હું છું; નહિ ?' ‘મારાથી કાંઈ પણ કહેવાય એમ નથી.' ‘કારણ ?’