પૃષ્ઠ:ક્ષિતિજ-રમણલાલ વ દેસાઈ Book.pdf/૧૭૩

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
સુબાહુની જાગૃતિ :૧૫૭
 


‘અમે આજ્ઞાધીન છીએ.' 'ઠીક, કાંચનજંધા ! આપણે વાતો કરીએ.’ વાતો કરવી છે ? ઓ જડ અરસિક ! અહીં તો ભોગવિલાસ.... ‘શ……… આટલી બધી. ઉશ્કેરાઈશ ભોગવિલાસ સોંપ્યાં. યુવનાશ્વનું નામ સાંભળી કાંચનજંઘાએ જરા ચારૂપાસ જોયું. ઓરડાની અંદર નાનું સરખું છજું હતું. ‘એ છજામાં કોઈ બેઠું છે ?' સુબાહુએ પૂછ્યું. ‘ના, ત્યાં કોણ બેસે ?’ યુવનાશ્વને આંખ ઊંચી કરી ‘કદાચ યુવનાશ્વ મારી પરીક્ષા લેતો હોય... અગર કોઈ તાન્ત્રિક મારું નૃત્ય નિહાળવા તલપી રહ્યો હોય.' ‘તાન્ત્રિક ? તારું મૃત્યુ ?' ભયભીત બનેલી કાંચનજંઘાએ અસ્થિર બની પૂછ્યું. ‘મને ભુલાવામાં નાખવો છે ?’ સુબાહુએ હસીને કહ્યું. ‘હું ખરેખર કાંઈ સમજતી નથી.’ ‘તું શું વિષકન્યા નથી ?’ વિષકન્યાનું નામ સાંભળતાં કાંચનજંઘા ચમકી ઊઠી. ‘વિષકન્યા ? હું ? ના, ના. ઓ પ્રભુ... મારામાં વિષ હજી કોઈએ ભર્યું નથી, હું સમ ખાઉં છું...' ‘શાના ? કોના ?’ ‘હું શાના કોના સોગન ખાઈ શકું ? દેહ, દેવ, હૃદય, સ્નેહ કે પ્રતિષ્ઠાના તો નહિ જ...' નથી.’ ‘બસ, તારું મુખ અને તારું હૃદય ખાતરી આપે છે કે તું વિષકન્યા ‘તો પછી મારી પાસે આવ.’ ‘આથી વધારે પાસે ? હું તપસ્વી નથી, નીતિવેત્તા નથી; છતાં વેચાતી લીધેલી સ્ત્રીઓ ઉપર હું અત્યાચાર કદી ન કરું.' ‘મારું અપમાન કરે છે ?’ ‘નહિ, પુરુષજાતની શરમમાં મારું મુખ સંતાડું છું.’ ‘સ્ત્રીઓ પણ પુરુષને ચાહે છે માગે છે.’ ‘હશે. પણ મારાથી વિષકન્યાની ચીસ ભુલાતી નથી. યુવનાશ્વના