પૃષ્ઠ:ક્ષિતિજ-રમણલાલ વ દેસાઈ Book.pdf/૧૭૪

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૫૮ : ક્ષિતિજ
 


રાજ્યમાં કેટલી વિષકન્યા હશે ?' કાંચનજંઘાનું મુખ આછું પડી ગયું. તેણે નિઃશ્વાસ નાખ્યો. ‘સુબાહુ ! એ વાત બંધ ન કરે ?’ ‘શા માટે ?’ ‘હું સહજમાં વિષકન્યા બનતી મટી ગઈ.’ ‘કેવી રીતે ?’ ‘મારી એક બહેન ઉપર પ્રયોગ થયો. પછી મારો વારો હતો. પરંતુ એટલામાં બીજી પરદેશી સ્ત્રી મળી ગઈ.' ‘પરદેશી સ્ત્રી ? કોણ ?’ ‘બસ. મને ન પૂછીશ. મારાથી શા માટે બધું કહેવાઈ જાય છે ?' ‘તારા વિરુદ્ધ મારું કથન હું નહિ વાપરું એટલી ખાતરી રાખજે.' ‘પણ આ મહેલના પથ્થરે પથ્થરને આંખ-કાન હોય છે.' ‘મને એ આંખ કે કાનનો ભય નથી. કહે, હું કેદમાં છું?’ પાસે આવે તો કહું.’ સુબાહુ કાંચનજંઘાની ખૂબ પાસે આવ્યો. સુબાહુને ગળે કાંચન- જંઘાએ બન્ને હાથ ભરાવ્યા. અને તેને ગાલે મુખ અરાડી સુબાહુ જ માત્ર સાંભળે એમ તે બોલી : ‘તારો ભાઈ અવંતીને વીંટી ઊભો છે.’ ઓરડામાં અંધકાર વ્યાપી રહ્યો. દીવા પ્રગટાવવા હોલવવાની કોઈ ચાવી સંભાળનાર પુરુષ કે સ્ત્રી આ બન્નેને નિહાળી રહ્યાં હશે એવી સુબાહુને ખાતરી થઈ. તેણે આમ નજર નાખનાર સ્ત્રી કે પુરુષનો બ્રહ્મ ચાલુ રાખવા કેટલીક ક્ષણો માટે મૌન સેવ્યું. કાંચનજંઘાએ બહુ જ ધીમેથી તેને કહ્યું ઃ ‘સુબાહુ ! ધ્યાનસ્થ બની ગયો ?’ ‘ા. હું અંધકારનો એ જ ઉપયોગ કરું છું.’ ‘આટલો અંધકા૨ ન થયો હોત તો મારું મૃત્યુ હતું.’ ‘કેમ ?’ ‘પુરુષને લલચાવવામાં નર્તકી નિષ્ફળ નીવડે તો એ ઘણુંખરું મૃત્યુને સોંપાય છે.' ‘તું નિષ્ફળ કેટલી વાર નીવડી ?’ ‘આજે જ.’