પૃષ્ઠ:ક્ષિતિજ-રમણલાલ વ દેસાઈ Book.pdf/૧૭૫

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
સુબાહુની જાગૃતિ :૧૫૯
 


‘પછી તું કેમ બચશે ?’ ‘તારે ગળે નાખેલો હાથ અને ત્યાર પછીનો અંધકાર મારી તરફેણમાં છે.’ ‘મારા ઉપર આવું આક્રમણ શા માટે ?' ‘અવંતીનાથનો તું દુશ્મન, તું એના હાથમાં પકડાયો. તારા ઉપર મોહનપ્રયોગ થયા. મોહનપ્રયોગવાળાને પ્રયોગ અંતે સ્ત્રી જોઇએ જ. સ્ત્રી મળે એટલે તેના વગર ચાલે જ નહિ. અવંતીની સ્ત્રી તને વશ કરે તો તું અવંતીનાથનો મિત્ર બની જાય.' ‘પણ પ્રયોગ તો સફળ ન થયો.' ‘જાસૂસ જાણે છે કે સફળતા મળી, તું ના પાડીશ તો મને કાલે કોણ જાણે...’ એકાએક ઝાંખો પ્રકાશ ઓરડામાં પ્રગટ્યો. સુબાહુએ કહ્યું : ‘કાંચનજંઘા ! બ્લીશ નહિ. તને હું બચાવીશ.’ કોઈ અજાણ્યું બારણું ઊઘડ્યું. શસ્ત્રસજ્જ યવન કન્યાઓની ટુકડી બારણામાંથી નીકળી. તેમની પાછળ અવંતીપતિ યુવનાશ્વ અને મુખ પરિવેષ્ટિત એક યુવતી અંદર આવ્યાં. તેની પાછળ વળી એક ભીલકન્યા- ઓની શસ્ત્રસજ્જ ટુકડી હતી. કાંચનજંઘા સુબાહુથી દૂર ખસી ઊભી રહી અને યુવનાશ્વને ઘૂંટણીએ પડી. યુવનાશ્વના મુખ ઉપર ચિંતાનો ભય હતો. તેણે હસીને કહ્યું: ‘શાબાશ, કાંચનજંઘા ! અતિથિસત્કારમાં તું કદી અફળ ન જ નીવડે. સુબાહુ તૃપ્ત અને પ્રસન્ન છે ને ?’ સુબાહુ એકદમ ઊભો થયો, અને છલંગ મારી યુવનાશ્વની પાસે આવી ઊભો. સહજ દૂર ઊભેલી સૈનિકાઓ એકદમ સુબાહને વીંટળાઈ વળી. સુબાહુના મુખ ઉપર જ અસહ્ય ક્રોધ પ્રગટી નીકળ્યો. તેની આંખમાં અંગાર ચમકી રહ્યા. તેના દાંત કચકચી ઊઠ્યા. તેની પાસે શસ્ત્ર ન હતું છતાં શસ્ત્રસજ્જતા ઉપજાવે તેવો અભિનય તેનાથી થઈ ગયો. તેને લાગ્યું કે સામે ઊભેલી સઘળી સ્ત્રીઓનાં શસ્ત્રો સામે તે થઈ શકશે. “મારી તૃપ્તિ ? મારી પ્રસન્નતા ? શા માટે તું ઝંખે છે ?' બળના ઊછળેલા મોજાને વારી રાખી સુબાહુએ કહ્યું. ‘મે પહેલાં પણ કહ્યું હતું કે મારે તારી મૈત્રી જોઈએ. તને રીઝવીને હું તારી મૈત્રી મેળવીશ.’ ‘નર્તકી દ્વારા મને તૃપ્તિ આપવી છે ?'